Not Set/ કર્ણાટકમાં ફરી ડ્રામાબાજી ચાલુ,કોંગ્રેસના 9 ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યાં

બેંગ્લુર, કર્ણાટકમાં ફરી એકવાર કોંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટ ઘેરાયું છે અને ફરી એકવાર રાજ્યમાં રાજકીય નાટક શરૂ થઇ ગયું છે.બુધવારે રાજ્યના વિધાનસભાના બજેટ સત્ર પહેલાં જ કોંગ્રેસના 9 જેટલા સભ્યો ગેરહાજર રહ્યાં હતા.બજેટ સત્રના એક દિવસ પહેલાં જ કોંગ્રેસે વ્હીપ આપ્યો હોવા છતાં આ વિધાનસભ્યો ગૃહમાં હાજર રહ્યાં નહોતા. તો બીજી તરફ ભાજપ કુમાર સ્વામીની […]

Top Stories India
bhh કર્ણાટકમાં ફરી ડ્રામાબાજી ચાલુ,કોંગ્રેસના 9 ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યાં

બેંગ્લુર,

કર્ણાટકમાં ફરી એકવાર કોંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટ ઘેરાયું છે અને ફરી એકવાર રાજ્યમાં રાજકીય નાટક શરૂ થઇ ગયું છે.બુધવારે રાજ્યના વિધાનસભાના બજેટ સત્ર પહેલાં જ કોંગ્રેસના 9 જેટલા સભ્યો ગેરહાજર રહ્યાં હતા.બજેટ સત્રના એક દિવસ પહેલાં જ કોંગ્રેસે વ્હીપ આપ્યો હોવા છતાં આ વિધાનસભ્યો ગૃહમાં હાજર રહ્યાં નહોતા.

તો બીજી તરફ ભાજપ કુમાર સ્વામીની સરકાર વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવી રહી છે.કર્ણાટકમાં વિધાનસભા સત્રમાં ભારે નારાબાજી પણ થઇ હતી.બધા વિપક્ષી સભ્યોએ કુમાર સ્વામીને ઘેરવાની કોશિશ કરી હતી.વિપક્ષે સરકાર પર ભ્રષ્ટાચારી હોવાનો આરોપ સાથે ગૃહમાં ભારે હંગામો કર્યો હતો.

કોંગ્રેસના જે ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતા તેમાં એ ચાર ધારાસભ્યો પણ સામે હતા જે 18 જાન્યુઆરીએ મળેલી કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં હાજર રહ્યા નહોતા.

જો કે આજના બજેટ સત્રમાં ભાજપના ચાર ધારાસભ્યો પણ ગેરહાજર રહ્યા હતા એ સિવાય જેડીએસનો એક અને કેપીજેપી ના બે ધારાસભ્યો પણ હાજર રહ્યા નહોતા.જો કે ભાજપનો દાવો છે કે ગેરહાજર રહેલાં ધારાસભ્યો તેમના અંગત કારણોસર હાજર નહોતા રહ્યાં અને તેમણે પરવાનગી પણ લીધી હતી.