Not Set/ 25 હજાર હોમગાર્ડ્સને મળી દિવાળી ભેટ, ગૃહ મંત્રાલયનો આદેશ, સેવાઓ રહેશે ચાલુ

દિવાળી પહેલા, યુપીમાં તાજેતરમાં કાઠવામાં આવેલા 25 હજાર હોમગાર્ડ્સ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ગૃહ મંત્રાલયે તમામ હોમગાર્ડ્સને ફરીથી સ્થાપિત કરવા માટેનો આદેશ જારી કર્યો છે. ગૃહ મંત્રાલયે તેના આદેશમાં કહ્યું છે કે, આગામી ઓર્ડર નહીં આવે ત્યાં સુધી તેમની સેવાઓ ચાલુ રહેશે. નોંધપાત્ર વાત એ છે કે, યોગી સરકારે ભૂતકાળમાં નિર્ણય […]

Top Stories India
25 thousand Home Guard 25 હજાર હોમગાર્ડ્સને મળી દિવાળી ભેટ, ગૃહ મંત્રાલયનો આદેશ, સેવાઓ રહેશે ચાલુ

દિવાળી પહેલા, યુપીમાં તાજેતરમાં કાઠવામાં આવેલા 25 હજાર હોમગાર્ડ્સ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ગૃહ મંત્રાલયે તમામ હોમગાર્ડ્સને ફરીથી સ્થાપિત કરવા માટેનો આદેશ જારી કર્યો છે. ગૃહ મંત્રાલયે તેના આદેશમાં કહ્યું છે કે, આગામી ઓર્ડર નહીં આવે ત્યાં સુધી તેમની સેવાઓ ચાલુ રહેશે.

નોંધપાત્ર વાત એ છે કે, યોગી સરકારે ભૂતકાળમાં નિર્ણય લીધો હતો કે બજેટનાં અભાવને કારણે યુપીમાં પોસ્ટ કરેલા હોમાગાર્ડ્સની ફરજ ઓછી કરવામાં આવશે. રાજ્યમાં એડીજીનાં આદેશ બાદ 25 હજાર હોમગાર્ડ્સની ફરજ નાબૂદ કરવામાં આવી હતી. હોમગાર્ડ્સ યુપીનાં જુદા જુદા ભાગોમાં સરકારનાં આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. ઘણા હોમગાર્ડ્સ હાથમાં બાઉલ લઈને યુપીનાં મુઝફ્ફરનગર પહોંચ્યા અને ભીખ માંગીને વિરોધ પ્રદર્શન કર્યોં હતો. તેમણે જ કહ્યું હતું કે, સરકારે તેમને તેમની નોકરીથી દૂર કરી દીધા છે, હવે તેમની પાસે બાળકોને ઉછેરવા માટે ભીખ માંગ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આપને જણાવી દઇએ કે પોલીસ સૈનિક સમાન હોમગાર્ડ્સને પગાર ચૂકવવાનાં કોર્ટનાં નિર્દેશ પછી રાજ્યમાં હોમગાર્ડનો પગાર વધારવામાં આવ્યો હતો. હોમગાર્ડ્સનો એક દિવસનો પગાર 500 રૂપિયાથી વધારીને 672 રૂપિયા કરવામાં આવ્યો છે. જેની સીધી અસર જિલ્લાઓનાં બજેટ ઉપર પડી હતી.

જે બાદ પોલીસ વિભાગ દ્વારા 25 હજાર હોમગાર્ડ જવાનોની ફરજ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનોમાં પોલીસ બંદોબસ્ત ન હોવાને કારણે હોમગાર્ડ જવાનોને કાયદો અને વ્યવસ્થાની ફરજ પર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે હોમગાર્ડ ડિપાર્ટમેન્ટે 25 હજાર સૈનિકોને પોલીસ ફરજ માટે આપ્યા હતા, જે પોલીસ સ્ટેશનથી ચોકમાં ટ્રાફિક સંભાળી રહ્યા છે. હોમગાર્ડ જવાનો દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાનાં માનક મૂલ્યનું માસિક આકારણી પણ એક અઠવાડિયામાં કરવામાં કહેવામાં આવ્યું છે.

જો કે, યોગી સરકારે બાદમાં તેના નિર્ણય સાથે યુ-ટર્ન લીધો હતો. મર્યાદિત બજેટમાં ડ્યુટી આપવા ડીજીપી સાથે વાત કરવાનું સૂચન કરાયું છે. યુપી પોલીસ તેના મર્યાદિત બજેટમાં 17000 હોમગાર્ડ્સને ડ્યૂટી આપશે. વળી 8000 હોમગાર્ડ્સને મુખ્ય મથક પર ફરજ મળશે. ઉત્તર પ્રદેશનાં હોમગાર્ડ મંત્રી ચેતન ચૌહાણે કહ્યું કે કોઈ પણ હોમગાર્ડ્સને દૂર કરવામાં નહીં આવે, બધાએ તેમની દિવાળી સારી રીતે ઉજવશે. તેમણે ખાતરી આપી હતી કે કોઈ પણ હોમગાર્ડ બેકાર નહીં રહે. હોમગાર્ડ મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંવેદનશીલ છે અને હોમગાર્ડ્સની ફરજ પર કોઈ રસ્તો નીકળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.