ચંદીગઢ/ સ્ટ્રીટ ડોગને ખવડાવી રહેલ યુવતી પર ચાલી ગઈ થાર ગાડી, વીડિયો જોઇને તમે પણ રડી પડશો

ફર્નીચર માર્કેટ (Furniture Market) પાસે રસ્તાના કિનારે સ્ટ્રીટ ડોગને ખવડાવી રહેલી યુવતી પર એક થાર ગાડીએ કચડી નાખી હતી.સડક અકસ્માતની આ ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

India Trending
સ્ટ્રીટ ડોગ

ચંડીગઢ (Chandigarh) માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવતી જે સ્ટ્રીટ ડોગ (Street Dog)  ખાવાનું ખવડાવી રહી ત્યારે એક ઝડપી થાર ચાલકે (Thar driver)  તેને કચડી નાખી હતી. બાળકીની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ ઘટનાના CCTV ફૂટેજ હવે વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ ફર્નીચર માર્કેટ (Furniture Market) પાસે રસ્તાના કિનારે સ્ટ્રીટ ડોગને ખવડાવી રહેલી યુવતી પર એક થાર ગાડીએ કચડી નાખી હતી.સડક અકસ્માતની આ ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલામાં યુવતીના પિતાએ આરોપી ડ્રાઈવર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ઘાયલ યુવતીની ઓળખ 25 વર્ષની તેજસ્વિતા કૌશલ તરીકે થઈ છે. તે પ્રાણીપ્રેમી છે. અને રોજ સ્ટ્રીટ ડોગ ને ખવડાવવા જાય છે. શનિવારે મોડી રાત્રે લગભગ 11 વાગે તે સ્ટ્રીટ ડોગને ખવડાવવા પહોંચી હતી, તે દરમિયાન એક થાર ગાડીએ તેજસ્વિતાને અડફેટે લીધી હતી. ચંદીગઢના સેક્ટર 53 ફર્નિચર માર્કેટમાં રાત્રે લગભગ 11:30 વાગ્યે બનેલી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાહન રોંગ સાઈડથી આવી રહ્યું હતું અને તેજ ઝડપે હતું.

આ પણ વાંચો:આતંકવાદીઓએ ટ્રાયલ તરીકે હત્યા કરી કર્યા 8 ટુકડા, વીડિયો બનાવી પાકિસ્તાનને મોકલ્યો, ISIએ આપ્યો હતો આ ટાક્સ

આ પણ વાંચો: M.S યુનિવર્સિટી ફરી વિવાદમાં,સાયન્સ ફેકલ્ટીના વિભાગમાં નમાઝ પઢતો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:હું તો કાર્પેટ પણ પાથરી દવ, MPમાં બદલાવની ચર્ચાઓ વચ્ચે બોલ્યા શિવરાજ સિંહ ચૌહાણ