Pakistan/ શા માટે પાકિસ્તાને ગણાવ્યા ISIના પૂર્વ ચીફ દુર્રાનીને ભારતીય જાસૂસ, જાણો શું છે સત્ય

પાકિસ્ત પોતાની જ ગુપ્તચર એજન્સી ઈંટર-સર્વિસેઝ ઈન્ટેલિજન્સ (ISI)ના ચીફ રહી ચુકેલા નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ અસદ દુર્રાની ને જ ભારતના જાસૂસ ગણાવ્યા છે. આ વાત બીજા કોઈ નહીં પણ ખુદ

Top Stories World
1

પાકિસ્ત પોતાની જ ગુપ્તચર એજન્સી ઈંટર-સર્વિસેઝ ઈન્ટેલિજન્સ (ISI)ના ચીફ રહી ચુકેલા નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ અસદ દુર્રાની ને જ ભારતના જાસૂસ ગણાવ્યા છે. આ વાત બીજા કોઈ નહીં પણ ખુદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલેય  જ કહી છે. દુર્રાની ભારતની ગુપ્તચર એજન્સી રૉ (RAW) સાથે પણ સંપર્કમાં હોવાના આરોપ લગાવ્યા છે.પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે એક લેખીત જવાબમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટને પૂર્વ ISI ચીફ દુર્રાનીનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ માંથી ન હટાવવાનો આગ્રહ કર્યો છે. રક્ષા મંત્રાલયે કહ્યું છે કે, તેની પાસે એ વાતના પાક્કા પુરાવા છે કે, દુર્રાની વર્ષ 2008થી ભારતીય ગુપ્તચર એજન્સીના સંપર્કમાં રહ્યાં છે.

#address / PM મોદી આજે એનસીસી રેલી તેમજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ સંવાદને કરશે સંબોધિત

અસદ દુર્રાનીનું નામ અવાર નવાર ભારતીય ગુપ્તચર એજન્સી રોના પૂર્વ ચીન એએસ દુલ્લત સાથે જોડવામાં આવે છે. આ બંને પૂર્વ પ્રમુખ એક સાથે મળીને ‘ધ સ્યાઈ ક્રોનિકલ્સ : રૉ, ISI એંડ ધ ઈલ્યોઝન ઓફ પીસ’ નામનું એક પુસ્તક લખ્યું હતું. જેના કારણે 2018માં પાકિસ્તાની સેનાએ દુર્રાનીને સમંસ પાઠવીને તેમના પર સૈન્ય આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.અસદ દુર્રાનીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે તેમનું નામ સરકારે ખોટી રીતે નો ફ્લાઈ લિસ્ટ કે એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં નાખી દીધું છે. તેઓ વિદેશ જવા માંગે છે માટે સરકારે તેમના પરનો પ્રતિબંધ હટાવી લેવો જોઈએ. પાકિસ્તાને દુર્રાનીનું નામ 2019માં ઈસીએલમાં શામેલ કર્યું હતું.

red fort / હિંસામાં થયેલી નુકશાનીનું મૂલ્યાંકન કરવા લાલ કિલ્લો 31મી સુધી મુલાકાતીઓ માટે રહેશે બંધ

પૂર્વ ISI પ્રમુખ દુર્રાનીએ આ મામલે કંઈ પણ બોલવાનો ઈનકાર કરી દીધો છે. તેમનું કહેવુ છે કે, તે આ મામલે અદાલતમાં પહેલા ટિપ્પણી નહીં કરે. તેને ન્યાયિક પ્રક્રિયા દ્વારા ઉકેલવી જોઈએ. ફેબ્રુઆરી મહિનામાં આ મામલે સુનાવણી શરૂ થવાના અણસાર છે. દુર્રાની અને દુલતના પુસ્તકથી પાકિસ્તાની સેનાની ભારે બેઈજ્જતી થઈ હતી. હાર્પર કોલિંસમાંથી પ્રકાસિત થયેલા આ પુસ્તકમાં કાશ્મીર, બુરહાન વાણી, હાફિઝ સઈદ, કારગિલ યુદ્ધ, કુલભૂષણ જાધવ, સર્જિકલ સ્ટ્રાઈક, ઓસામા બિન લાદેન સહિત અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દુર્રાનીએ પોતાના પુસ્તકમાં આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાને કુલભૂષણ જાધવ કેસને સારી રીતે હેંડલ ના કર્યો. એટલુ જ નહીં ઓસામા બિન લાદેનને મારવા નેવી સીલ દ્વારા કરવામાં ઓપરેશનને લઈને તેમણે કહ્યું હતું કે, તેને લઈને પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ગુપ્ત સમજુતિ થઈ ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…