Politics/ શશિ થરૂરે કોંગ્રેસના સહયોગીના અપમાનજનક ટ્વીટ બદલ માફી સ્વીકારી

રેડ્ડીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, મેં શશિ થરૂર સાથ વાતચીત કરી છે અને મારી ટીપ્પણી પરત લેવા માટે હું તૈયાર છું.

Top Stories
tharoor revant શશિ થરૂરે કોંગ્રેસના સહયોગીના અપમાનજનક ટ્વીટ બદલ માફી સ્વીકારી

કોંગ્રેસના તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ રેવંથ રેડ્ડીએ પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ પાર્ટી નેતા શશિ થરૂર સામે અપમાનજનક ટીપ્પણી કરી હતી અને તે બદલ તેમની ટ્વીટર પર માફી પણ માંગી હતી. રેડ્ડીની વિવાદાસ્પદ ટીપ્પણીને લઇ કોંગ્રેસ નેતાઓએ ગુરુવારે નારાજગી દર્શાવી હતી. રેડ્ડીએ શશિ થરૂરની માફી માંગી હતી.. રેડ્ડીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, મેં શશિ થરૂર સાથ વાતચીત કરી છે અને મારી ટીપ્પણી પરત લેવા માટે હું તૈયાર છું  અને મે કહ્યું છે કે,  હું મારા વરિષ્ઠ સહયોગી નેતાને સર્વોચ્ચ સન્માન આપું છું. તેમને મારા શબ્દોથી કોઈપણ પ્રકારની ઠેસ પહોચી હોય તો હું માગી માંગું છું અને મને તેનું દુઃખ પણ છે.

આ અંગે ટ્વીટનો જવાબ આપતા તીરુવંતપુરમના સાંસદ શશિ થરૂરે ટ્વીટ કરીને લખ્યું છે કે, મને રેવંથ રેડ્ડીએ ફોન કરીને જે કહ્યું છે તે અંગેની તેમની લાગણી અને માફીનો અને અભિવ્યક્તિઓનો સ્વીકાર કરું છું અને આ દુર્ભાગ્ય પ્રકરણને પાછળ છોડીને હું ખુશ છું. શશિ થરૂરે આગળ પણ લખ્યું છે કે, આપણે તેલંગાણા અને સંપૂર્ણ દેશમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે મહેનત કરવી જોઈએ.

તેલંગાણા માટે કોંગ્રેસ પ્રભારી મનિકામ ટૈગોરને ટેગ કરતા રેડ્ડીએ લખ્યું છે કે, તેઓ જાણે છે કે તેલંગાણામાં આગામી સરકાર બનાવવા કોંગ્રેસ માટે લોકોનું સમર્થન મેળવવા માટે ઈચ્છે છે. જવાબમાં થરૂરે લખ્યું છે કે, નિશ્ચિત રૂપે. રેડ્ડીએ કહ્યું છે કે, તેલંગાણાના આ લક્ષ્યને હાંસલ કરવા માટે દરેક કાર્યકર્તા પ્રયાસ કરશે.