bangladesh/ બાંગ્લાદેશમાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડ, 14 જગ્યાએ મૂર્તિઓની તોડફોડ

બાંગ્લાદેશમાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. આ વખતે અસામાજિક તત્વોએ એક-બે નહીં પરંતુ 14 મંદિરોમાં તોડફોડ કરી હતી

Top Stories World
Temples vandalized

Temples vandalized in Bangladesh:  બાંગ્લાદેશમાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. આ વખતે અસામાજિક તત્વોએ એક-બે નહીં પરંતુ 14 મંદિરોમાં તોડફોડ કરી હતી.  કેસની માહિતી મળતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી. વાસ્તવમાં, ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં શનિવારે રાત્રે અને રવિવારે વહેલી સવારે અજાણ્યા બદમાશોએ 14 હિન્દુ મંદિરોમાં વ્યવસ્થિત રીતે તોડફોડ કરી હતી. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી.

ન્યૂઝ એજન્સી અનુસાર(Temples vandalized in Bangladesh) ઠાકુરગાંવના બલિયાડાંગીમાં એક હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું કે અજાણ્યા લોકોએ અંધકારના આડમાં મંદિરો પર દરોડા પાડ્યા અને ત્રણ જૂથોમાં 14 મંદિરોમાં મૂર્તિઓ તોડી નાખી.બલિયાડાંગી પૂજા ઉત્સવ પરિષદના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું કે કેટલીક મૂર્તિઓ તુટી ગઈ હતી, જ્યારે કેટલીક મૂર્તિઓ મંદિરના સ્થળોએ હાજર તળાવના પાણીની અંદર મળી આવી હતી. હાલમાં, અમે તેમને (ગુનેગારો) ઓળખવામાં સક્ષમ નથી પરંતુ આ બાબતની તપાસ કરી રહ્યા છીએ અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ.

હિન્દુ સમુદાયના નેતા (Temples vandalized in Bangladesh) અને સંઘ પરિષદના પ્રમુખ સમર ચેટર્જીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર હંમેશા ઉત્તમ આંતર-ધાર્મિક સૌહાર્દના પ્રદેશ તરીકે ઓળખાય છે કારણ કે ભૂતકાળમાં અહીં આવી કોઈ જઘન્ય ઘટના બની નથી. મુસ્લિમ સમુદાય (બહુમતી)નો અમારી (હિન્દુઓ) સાથે કોઈ વિવાદ નથી. એટલા માટે અમે સમજી શકતા નથી કે ગુનેગાર કોણ હોઈ શકે.

આ મામલાની માહિતી (Temples vandalized in Bangladesh) આપતાં બાલિયાડાંગી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ખૈરુલ અનમે જણાવ્યું કે મંદિરોમાં તોડફોડની ઘટના શનિવારે રાત્રે અને રવિવારે વહેલી સવારે અનેક ગામોમાં થઈ હતી.દરમિયાન ઠાકુરગાંવના પોલીસ વડા જહાંગીર હુસૈને એક મંદિરના સ્થળે પત્રકારોને જણાવ્યું હતું કે, “દેશની શાંતિપૂર્ણ સ્થિતિને ખલેલ પહોંચાડવા માટે આ એક સુનિયોજિત હુમલાનો મામલો હોવાનું સ્પષ્ટ જણાય છે. બદમાશોને શોધવા માટે પોલીસ તપાસ તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ઠાકુરગાંવના ડેપ્યુટી કમિશનર મહબુબુર રહેમાને જણાવ્યું હતું કે, “તે (હુમલો) શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ વિરુદ્ધનું ષડયંત્ર હોય તેવું લાગે છે. આ એક ગંભીર ગુનો છે અને ગુનેગારોને સખત સજા કરવામાં આવશે.”

Bihar Politics/બિહારના રાજકારણમાં ફરી ઉથલપાથલઃ કુશવાહા અને નીતિશ વચ્ચે જંગના મંડાણ

પક્ષ પલટો/બંગાળમાં ભાજપને વધુ એક ફટકો, MLA સુમન કાંજીલાલ TMCમાં સામેલ