પ્રહાર/ મનરેગા બજેટમાં કાપ મૂકતા આ નેતાએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું…

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે

Top Stories India
23 મનરેગા બજેટમાં કાપ મૂકતા આ નેતાએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું...

MGNREGA Budget:   કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે સરકારને ઘેરી છે.  નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મનરેગા માટે રૂ. 60,000 કરોડ ફાળવ્યા હતા, જે કોંગ્રેસ સરકાર દરમિયાન શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી યોજના છે. શશિ થરૂરે મનરેગા માટે ઓછા બજેટ માટે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે પીટીઆઈને કહ્યું, “આ બજેટમાં મનરેગા માટે માત્ર 60,000 કરોડ રૂપિયા ફાળવવા એ સરકારની મોટી ભૂલ છે.”

 

 

 

પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે( MGNREGA Budget) કહ્યું કે, ગત વર્ષના બજેટમાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ, મનરેગા અને અનુસૂચિત જાતિના કલ્યાણ માટે ફાળવણી માટે વખાણવામાં આવ્યા હતા, પરંતુ આજે વાસ્તવિકતા સૌની સામે છે. વાસ્તવિક ખર્ચ બજેટ કરતા ઘણો ઓછો છે. તેમણે કહ્યું, “મોદી સરકારનું હેડલાઇન મેનેજમેન્ટ OPUD વ્યૂહરચના છે.

કેન્દ્રીય બજેટ 2023-24માં (MGNREGA Budget) ગ્રામીણ વિકાસ મંત્રાલયને રૂ. 1,57,545 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં મંત્રાલય દ્વારા કરવામાં આવેલા અંદાજિત ખર્ચ કરતાં લગભગ 13 ટકા ઓછા છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) માટેની ફાળવણીમાં પણ લગભગ એક તૃતીયાંશનો ઘટાડો કરવામાં આવ્યો છે.ૉ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ અનુસાર શરૂઆતમાં, 2022-23 માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયને રૂ. 1,35,944.29 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જો કે, સુધારેલા અંદાજ મુજબ, જે સંભવિત ખર્ચની મધ્ય-વર્ષની સમીક્ષા છે, તે વધીને રૂ. 1,81,121 કરોડ થયો છે.

વર્ષ 2021-22માં ગ્રામીણ વિકાસ મંત્રાલયનો વાસ્તવિક ખર્ચ 1,60,433.4 કરોડ રૂપિયા હતો. મનરેગાને 2023-24 માટે રૂ. 60,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અગાઉના નાણાકીય વર્ષના સુધારેલા અંદાજ કરતાં લગભગ 32 ટકા ઓછી છે. નાણાકીય વર્ષ 2022-23માં, સરકારે બજેટમાં મનરેગા માટે 73,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, જ્યારે સુધારેલા અંદાજ મુજબ, ખર્ચ 89,400 કરોડ રૂપિયા હતો.

Budget/હેલ્થ બજેટમાં 13% વધારો, હવે નર્સિંગ કોલેજ પર મુકાશે ભાર