INDIAN AIR FORCE/ કોણ છે એર માર્શલ એપી સિંહ? જે બન્યા છે એરફોર્સના ‘સેકન્ડ ઇન કમાન્ડ’

એર માર્શલ એપી સિંહે બુધવારે ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમની પાસે 5,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેઓ એર માર્શલ સંદીપ સિંઘનું સ્થાન લેશે…

Top Stories India
Who is Air Marshal AP Singh

Who is Air Marshal AP Singh: એર માર્શલ એપી સિંહે બુધવારે ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમની પાસે 5,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેઓ એર માર્શલ સંદીપ સિંઘનું સ્થાન લેશે, જેઓ 39 વર્ષથી વધુ સેવા આપ્યા બાદ મંગળવારે નિવૃત્ત થયા હતા. નેશનલ ડિફેન્સ એકેડેમી, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજ અને નેશનલ ડિફેન્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી, એર માર્શલ એપી સિંઘને 21 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય વાયુસેનાની લડાયક શાખામાં કમિશન આપવામાં આવ્યું હતું.

એપી સિંઘ એક કુશળ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર અને પ્રાયોગિક ટેસ્ટ પાઈલટ છે, જેમાં વિવિધ એરક્રાફ્ટ પર 5,000 કલાકથી વધુ ફ્લાઈંગ અનુભવ છે. તેમની કારકિર્દી દરમિયાન અધિકારીએ ઓપરેશનલ ફાઇટર સ્ક્વોડ્રન અને ફ્રન્ટલાઈન એર બેઝની કમાન્ડ કરી છે. ટેસ્ટ પાઇલટ તરીકે તેમણે મોસ્કોમાં મિગ-29 અપગ્રેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું. તેઓ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના ફ્લાઇટ પરીક્ષણની દેખરેખ રાખતા નેશનલ ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરમાં પ્રોજેક્ટ ડિરેક્ટર પણ હતા. તેમણે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડમાં એર ડિફેન્સ કમાન્ડર અને ઈસ્ટર્ન એર કમાન્ડમાં સિનિયર એર સ્ટાફ ઓફિસરના મહત્વના હોદ્દા સંભાળ્યા છે. તેમની હાલની નિમણૂક પહેલા તેઓ સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ હતા.

એર માર્શલને પરમ વિશિષ્ઠ સેવા મેડલ અને અતિ વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. વાયુસેનાના વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેમણે રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સશસ્ત્ર દળોના જવાનોના સન્માનમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ પછી તેમને એરફોર્સ હેડક્વાર્ટર ખાતે ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Budget 2023/PM મોદીએ કહ્યું- બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા છે આ દેશના નિર્માતા

આ પણ વાંચો: Budget 2023/‘પછાત, દલિત, ખેડૂત, મનરેગા…’, જાણો મોદીના બજેટ પર સ્વામી પ્રસાદ મૌર્યએ શું કહ્યું