જમ્મુ કાશ્મીર/ માછિલમાં હિમસ્ખલનના લીધે રાષ્ટ્રીય રાઈફલ્સના 3 જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરની છે, જ્યાં સેનાના કેટલાક જવાનો હિમપ્રપાતમાં ફસાયા હતા, જેમાં 3 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે

Top Stories India
4 28 માછિલમાં હિમસ્ખલનના લીધે રાષ્ટ્રીય રાઈફલ્સના 3 જવાનો શહીદ

ભારતીય સેનાના ત્રણ જવાન હિમસ્ખલનમાં ફસવાને કારણે શહીદ થયા છે. આ ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરની છે, જ્યાં સેનાના કેટલાક જવાનો હિમપ્રપાતમાં ફસાયા હતા, જેમાં 3 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ છે. જવાનો ફરજ દરમિયાન શહીદ થયા હતા. શહીદ જવાન 56 રાષ્ટ્રીય રાઈફલ્સના જણાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકોના મૃતદેહોને ડ્રગમુલ્લા સ્થિત સૈન્ય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય જવાનોની પોસ્ટિંગ માછિલ સેક્ટરની અલ્મોડા પોસ્ટ પર હતી, ત્યારે તેઓ હિમપ્રપાતનો ભોગ બન્યા હતા. પોલીસે કહ્યું કે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સેનાના 3 જવાન શહીદ થયા છે. પોલીસે પુષ્ટિ કરી કે ત્રણેય જવાન 56 રાષ્ટ્રીય રાઈફલ્સના છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જવાનો ફરજ પર હતા ત્યારે તેઓ હિમપ્રપાતમાં ફસાઈ ગયા હતા. હિમસ્ખલનને કારણે જવાનો તેની નીચે દબાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતા. ઘટના ઉત્તર કાશ્મીરના કુપવાડાની છે.

શિયાળામાં આવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. હિમવર્ષાને કારણે હિમપ્રપાતનું જોખમ વધે છે. આવી સ્થિતિમાં સેનાના જવાનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હિમવર્ષામાં સુરક્ષાનું બારીકાઈથી નિરીક્ષણ કરવું પડે છે અને સૈનિકોએ સતર્ક રહેવું પડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમપ્રપાતની ઘટનાઓ વધી જાય છે. જાન્યુઆરી મહિના દરમિયાન હિમપ્રપાતનું જોખમ વધુ વધી જાય છે. આવી જ એક ઘટનામાં જાન્યુઆરી 2020માં માછિલ સેક્ટરમાં જ સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા.