BCCI-PCB/ જો ભારત પાક.નો પ્રવાસ નહીં ખેડે તો અમે પણ વર્લ્ડકપમાં નહી રમીએ: નજમ સેઠીની ધમકી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું કે જો પાકિસ્તાનને એશિયા કપ આપવામાં નહીં આવે તો તે આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પોતાની ટીમ નહીં મોકલે.

Top Stories Sports
BCCI PCB જો ભારત પાક.નો પ્રવાસ નહીં ખેડે તો અમે પણ વર્લ્ડકપમાં નહી રમીએ: નજમ સેઠીની ધમકી

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું કે BCCI-PCB જો પાકિસ્તાનને એશિયા કપ આપવામાં નહીં આવે તો તે આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પોતાની ટીમ નહીં મોકલે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેઠીએ શનિવારે BCCI-PCB બહેરીનમાં આયોજિત એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠક દરમિયાન BCCI સચિવ જય શાહની સામે સ્પષ્ટપણે પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો.

વાસ્તવમાં આ સમયે દરેક જગ્યાએ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે એશિયા કપ 2023 ક્યાં રમાશે? આ દિવસે ઘણી ટિપ્પણીઓ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ PCB ચેરમેન નજમ સેઠીએ તેમના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજા જેવી જ ટિપ્પણી કરી છે. રમીઝ રાજાએ અગાઉ કહ્યું હતું કે જો બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે એશિયા કપનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર 50 ઓવરના વર્લ્ડ કપનો બહિષ્કાર કરી શકે છે.

દરમિયાન, પીસીબીના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે એસીસી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક દરમિયાન, નજમ સેઠીએ શાહને સ્પષ્ટ કર્યું હતું કે એશિયા કપ અંગે પાકિસ્તાનનું વલણ એ છે કે તેમનો દેશ એશિયા કપ અથવા ચેમ્પિયન્સના હોસ્ટિંગ અધિકારોમાં રસ લેશે નહીં. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એસીસીની બેઠક યોજાઈ હતી અને તેમા ભારતે તો તેનું વલણ સ્પષ્ટ કરતા જણાવી દીધું હતું કે તેના માટે તો સરકારની નીતિઓના લીધે પાકિસ્તાનનો પ્રવાસ ખેડવો શક્ય જ નથી.

આ સંજોગોમાં હવે એશિયાકપનું આયોજન કયા દેશમાં કરવામાં આવે તે જોવાનું છે. જો કે એશિયાકપનું આયોજન બીજા દેશમાં ભલે થાય,પરંતુ પીસીબી હોસ્ટિંગના અધિકાર છોડવા માટે રાજી નથી. તે જાણે છે કે તેમાથી તેને જંગી વિદેશી હૂંડિયામણ મળતાં નોંધપાત્ર પ્રમાણમાં આવક થવાની છે. પાક.માં તાજેતરમાં થતાં હુમલાને લઈને સલામતીને લગતી ચિંતાને ધ્યાનમાં રાખતા શ્રીલંકાએ તો તેનો પ્રવાસ રદ કર્યો જ છે. હવે તે બીજા દેશો પણ રદ કરી શકે છે.

આ પણ વાંચોઃ

Yogi Adityanath/ ભાજપની 2024ની લોકસભા બેઠક 2014 કરતાં વધશે, યુપીની બેઠકો હશે સૌથી વધુ: યોગી

Chris Gayle Visits Dhoni/ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી મુલાકાત,સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ

Fighter Pilot/ IAFની પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ અવનીએ વિદેશમાં હવાઈ યુદ્વભ્યાસમાં ભાગ લઇને રચ્યો ઇતિહાસ