Not Set/ મીઠાના નામે ખાઈ રહ્યા છો પ્લાસ્ટિક, IIT મુંબઈનાં રિસર્ચમાં થયો ખુલાસો

મુંબઇ, ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, મુંબઈ એ એક સર્વે કર્યો હતો જેમાં ઘણી બધી બ્રાન્ડનાં મીઠામાં માઈક્રોપ્લાસ્ટીકની હાજરી જોવા મળી હતી. આ સ્ટડી IIT મુંબઈનાં બે સભ્યો દ્વારા હાથ ધરાયું હતું જેમાં તેઓને 626 માઈક્રો પ્લાસ્ટીકના કણો મીઠાનાં સેમ્પલમાંથી મળ્યા હતા. આ સર્વેના રીઝલ્ટમાં સામે આવ્યું છે કે એવરેજ જો એક ભારતીય માણસ રોજ પાંચ […]

Top Stories Health & Fitness Lifestyle
HFFKSDJ 3 મીઠાના નામે ખાઈ રહ્યા છો પ્લાસ્ટિક, IIT મુંબઈનાં રિસર્ચમાં થયો ખુલાસો

મુંબઇ,

ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, મુંબઈ એ એક સર્વે કર્યો હતો જેમાં ઘણી બધી બ્રાન્ડનાં મીઠામાં માઈક્રોપ્લાસ્ટીકની હાજરી જોવા મળી હતી. આ સ્ટડી IIT મુંબઈનાં બે સભ્યો દ્વારા હાથ ધરાયું હતું જેમાં તેઓને 626 માઈક્રો પ્લાસ્ટીકના કણો મીઠાનાં સેમ્પલમાંથી મળ્યા હતા.

આ સર્વેના રીઝલ્ટમાં સામે આવ્યું છે કે એવરેજ જો એક ભારતીય માણસ રોજ પાંચ ગ્રામ મીઠાનું સેવન કરે છે, તો આ માણસ 117 માઈક્રો ગ્રામ (0.117 મીલીગ્રામ)જેટલા પ્લાસ્ટિકનું સેવન કરે છે. આ માઈક્રોપ્લાસ્ટિક પાંચ મિલીમીટરથી પણ નાના પ્લાસ્ટીકના કણો હોય છે.

આ સ્ટડી અનુસાર, પ્રતિ કિલોગ્રામ ટેસ્ટ કરાયેલા મીઠામાં 63.76 માઈક્રોગ્રામ માઈક્રોપ્લાસ્ટિક મળ્યું હતું.આ મીઠામાં 63% માઈક્રોપ્લાસ્ટિક નાના કણો સ્વરૂપે હતું જયારે 39% ફાઈબર હતું.

આ સ્ટડી પ્રોફેસર અમ્રીતાંશુ શ્રીવાસ્તવ અને ચંદન ક્રિષ્ના દ્વારા ‘કન્ટેમીનેશન ઓફ ઇન્ડીયન સી સોલ્ટસ વિથ માઈક્રો પ્લાસ્ટિકસ એન્ડ અ પોટેનીશ્યલ પ્રીવેન્શન સ્ટ્રેટેજી’નાં ટાઈટલ સાથે ૨૫ ઓગસ્ટના રોજ એન્વાયરમેન્ટલ સાઈન્સ અને પોલ્યુશન રિસર્ચમાં રજુ કરવામાં આવ્યું હતું.

પ્રોફેસર શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, “ભારત ત્રીજો સૌથી મોટો મીઠાનો ઉત્પાદક દેશ છે. આ મીઠું ઘરેલું વપરાશ અને ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે વપરાય છે.તેથી આ સ્ટડી જરૂરી હતું અને હવે માઈક્રોપ્લાસ્ટિકની હાજરી ફૂડ ચેઈનમાં વધતી જાય છે.”

આઈઆઈટી મુંબઈના અધિકારીએ જણાવ્યું હતું કે એવી કોઈ સ્ટડી હાજર નથી જેના પરથી આપણે જાણી શકીએ કે વધુ માઈક્રોપ્લાસ્ટિકનું સેવન થવાથી એની હેલ્થ પર શું અસર થાય છે.પ્રોફેસર શ્રીવાસ્તવે દાવો કર્યો હતો કે લગભગ 85 ટકા માઇક્રોપ્લાસ્ટીકને સરળ રેતી ગાળણ પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય છે..