Not Set/ મુંબઈની લોકલ ટ્રેનમાં અચાનક લાગી આગ, વાશી રેલ્વે સ્ટેશન પર જોવા મળ્યો અફરા-તફરીનો માહોલ

મુંબઈનાં વાશી રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. બુધવારે સવારે પનવેલ તરફ જઇ રહેલી લોકલ ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. આ આગ પેન્ટોગ્રાફમાં લાગી હતી. જે બાદ આખા વાશી રેલ્વે સ્ટેશનને ખાલી કરાવવામાં આવ્યુ હતુ. ટ્રેનમાં આગ લાગતાં તરત જ લોકલ ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી. જેની સાથે જ સમગ્ર વાશી રેલ્વે […]

Top Stories India
MUmbai local Train મુંબઈની લોકલ ટ્રેનમાં અચાનક લાગી આગ, વાશી રેલ્વે સ્ટેશન પર જોવા મળ્યો અફરા-તફરીનો માહોલ

મુંબઈનાં વાશી રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. બુધવારે સવારે પનવેલ તરફ જઇ રહેલી લોકલ ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. આ આગ પેન્ટોગ્રાફમાં લાગી હતી. જે બાદ આખા વાશી રેલ્વે સ્ટેશનને ખાલી કરાવવામાં આવ્યુ હતુ.

Image result for mumbai vashi railway station

ટ્રેનમાં આગ લાગતાં તરત જ લોકલ ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી. જેની સાથે જ સમગ્ર વાશી રેલ્વે સ્ટેશન ખાલી કરાવવામાં આવ્યુ હતું. આગને કાબૂમાં લેવામાં આવે તે પહેલાં રેલ્વે સ્ટેશનનો વીજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો. જો કે અહી રાહતની વાત એ છે કે અકસ્માતને તાત્કાલિક કાબૂ લેવા માટેનાં પગલાને લીધે કોઈ જાનહાની થઈ નહોતી.

Image result for mumbai vashi railway station

આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આ અકસ્માતને કારણે લાઇન પરની તમામ ટ્રેનો મોડી દોડી રહી છે. મળતી માહિતી મુજબ કોઈએ પેન્ટોગ્રાફમાં બેગ ફેંકી દીધી હતી, જેના કારણે શોર્ટ સર્કિટ થયુ હતુ અને આગને લાગી ગઇ હતી. આગને કારણે 12 મિનિટ સુધી રેલ્વે સેવાઓ ખોરવાઈ ગઇ  હતી, પરંતુ હવે રેલ્વે સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.