વિસ્ફોટ/ ઈંગ્લેન્ડના લિવરપૂલ શહેરમાં મહિલા હોસ્પિટલની સામે કારમાં વિસ્ફોટ થતાં 1નું મોત 1 ઘાયલ

ઉત્તર ઇંગ્લેન્ડના શહેર લિવરપૂલમાં રવિવારે મહિલા હોસ્પિટલની સામે કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો.

Top Stories World
ENGLAND ઈંગ્લેન્ડના લિવરપૂલ શહેરમાં મહિલા હોસ્પિટલની સામે કારમાં વિસ્ફોટ થતાં 1નું મોત 1 ઘાયલ

ઉત્તર ઇંગ્લેન્ડના શહેર લિવરપૂલમાં રવિવારે મહિલા હોસ્પિટલની સામે કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો. આ ઘટના બાદ દેશના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જે કારમાં બ્લાસ્ટ થયો હતો તે એક ટેક્સી હતી અને બ્લાસ્ટના થોડા સમય પહેલા જ હોસ્પિટલની સામે છોડી દેવામાં આવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટની ઘટના ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે બની હતી. પોલીસ અને કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધી આ કેસને આતંકવાદી ઘટના તરીકે જાહેર કરવામાં આવી નથી.

 

 

ઘાયલ વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમનો જીવ જોખમમાંથી બહાર હોવાનું કહેવાય છે. પોલીસે સામાન્ય લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. લિવરપૂલના મેયર જોન એન્ડરસને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ હાલમાં હોસ્પિટલમાં અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે.