Not Set/ PM મોદી આજે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનાં 107 માં સત્રને કરશે સંબોધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનાં 107 માં અધિવેશનને સંબોધન કરશે. આ સત્ર બેંગલુરુમાં યોજાશે. આ પહેલા વડા પ્રધાને કર્ણાટકનાં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઇને મળ્યા હતા. વડા પ્રધાન મોદી કર્ણાટકનાં બે દિવસીય પ્રવાસ પર છે. આ પહેલા ગુરુવારે પીએમ મોદીએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓની પાંચ યુવા વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓનું ઉદઘાટન કર્યું […]

Top Stories India
Modi pm PM મોદી આજે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનાં 107 માં સત્રને કરશે સંબોધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનાં 107 માં અધિવેશનને સંબોધન કરશે. આ સત્ર બેંગલુરુમાં યોજાશે. આ પહેલા વડા પ્રધાને કર્ણાટકનાં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઇને મળ્યા હતા. વડા પ્રધાન મોદી કર્ણાટકનાં બે દિવસીય પ્રવાસ પર છે. આ પહેલા ગુરુવારે પીએમ મોદીએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓની પાંચ યુવા વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓનું ઉદઘાટન કર્યું હતું. આ સિવાય અન્ય એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરતા વડા પ્રધાને કહ્યું કે, અમે છ કરોડ ખેડૂતોનાં ખાતામાં 12 કરોડ રૂપિયા આપ્યા છે.

ડીઆરડીઓનાં વૈજ્ઞાનિકોને સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું કે આ સંયોગ છે કે, થોડા સમય પહેલા હું ખેડૂતોનાં કાર્યક્રમમાં હતો અને હવે હું અહીં દેશનાં યુવાનો અને અનુસંધાનની ચિંતા કરનાર તમે દરેક સાથીઓની વચ્ચે છુ. મહત્વનું છે કે, વર્ષ 2020 માં પીએમ મોદીની કર્ણાટકની આ પ્રથમ મુલાકાત છે, આ કાર્યક્રમમાં તેમણે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ સૌ પ્રથમ તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠ ખાતે એક સભાને સંબોધન કર્યું હતું ત્યારબાદ બેંગ્લોર પહોચ્યા જ્યા તેમણે ડીઆરડીઓ યંગ સાયન્ટિસ્ટ લેબ્સને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ કાર્યક્રમને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમ તો  ફક્ત એક શરૂઆત છે તમારી સામે માત્ર 1 વર્ષ નહી પણ આગામી 1 દાયકો છે. આ 1 દાયકામાં ડીઆરડીઓનાં માધ્યમ અને લાંબા ગાળાનાં રોડમેપ શું હોવું જોઈએ તેના પર ખૂબ ગંભીરતાથી ધ્યાન લેવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે મને સંતોષ છે કે અદ્યતન તકનીકીનાં ક્ષેત્રમાં 5 લેબ્સ સ્થાપવાના સૂચનને ગંભીરતાથી લેવામાં આવ્યું હતું અને આજે બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને મુંબઇમાં આવી 5 સંસ્થાઓ આવી રહી છે. પીએમ કહે છે કે હું મારા યુવા વૈજ્ઞાનિક સાથીઓને પણ કહીશ કે આ લેબ્સ માત્ર ટેક્નોલોજીની જ પરીક્ષા નહીં કરે, તેઓ તમારા ટેંપરામેન્ટ અને પેશેન્સની પણ પરીક્ષા કરશે. તમારે હંમેશાં ધ્યાનમાં રાખવું જ જોઇએ કે તમારા પ્રયત્નો અને સતત અભ્યાસ આપણને સફળતાનાં માર્ગ પર લઈ જશે. નોંધનીય છે કે વડા પ્રધાને પોતાના ભાષણમાં પૂરગ્રસ્ત વિસ્તારોને સંકટમાંથી બચાવવા માટે 500000 કરોડનાં પેકેજ પર કશું કહ્યું ન હતું. મુખ્યમંત્રીએ અપીલ કરી હતી કે ઉત્તર કર્ણાટક અને ગેડગૂ પૂરથી ખૂબ પ્રભાવિત છે, તેથી આ માટે પાંચ લાખ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે. આપને જણાવી દઇએ કે, પીએમ મોદીનાં કાફલાને સેંકડો ખેડૂતોએ કાળો ઝંડો બતાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.