Not Set/ બે મહિનાથી બોરવેલ ફેઇલ,રમવા-ભણવાની ઉંમરના માસુમો માથે બેડુ લઇને ફરે છે,વાંચો મંતવ્ય ન્યુઝનો ખાસ અહેવાલ

રાફુ રાજ્યમાં ઉનાળાની  હજી તો શરૂઆત જ થઇ છે ત્યારે પીવાના પાણીની વિકટ સમસ્યાઓ સર્જાવવા લાગી છે.હજુ માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના અનેક ગામોના લોકોની પાણી વગર હાલત ખરાબ થઇ રહી છે. પાટણ જીલ્લાના આસપાસના ગામોની વાત કરીએ તો ત્યાંના બોરવેલ ફેઇલ છે અથવા તો રીપેર થયા વિના પડયા છે.બોરવેલમાં પાણી ખુટી પડવાને […]

Top Stories
vlcsnap 2018 03 04 14h17m47s210 1 બે મહિનાથી બોરવેલ ફેઇલ,રમવા-ભણવાની ઉંમરના માસુમો માથે બેડુ લઇને ફરે છે,વાંચો મંતવ્ય ન્યુઝનો ખાસ અહેવાલ

રાફુ

રાજ્યમાં ઉનાળાની  હજી તો શરૂઆત જ થઇ છે ત્યારે પીવાના પાણીની વિકટ સમસ્યાઓ સર્જાવવા લાગી છે.હજુ માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના અનેક ગામોના લોકોની પાણી વગર હાલત ખરાબ થઇ રહી છે.

પાટણ જીલ્લાના આસપાસના ગામોની વાત કરીએ તો ત્યાંના બોરવેલ ફેઇલ છે અથવા તો રીપેર થયા વિના પડયા છે.બોરવેલમાં પાણી ખુટી પડવાને કારણે ગામના લોકો પાણી વગર તલસી રહ્યાં છે.પાટણની સાથે સાથે રાધનપુર અને સમી-હારિજની આજુબાજુના ગામોના હજારો લોકો પાણી વગર બેહાલ થઇ રહ્યાં છે.

vlcsnap 2018 03 04 14h16m28s153 બે મહિનાથી બોરવેલ ફેઇલ,રમવા-ભણવાની ઉંમરના માસુમો માથે બેડુ લઇને ફરે છે,વાંચો મંતવ્ય ન્યુઝનો ખાસ અહેવાલ

પાટણની પાસે આવેલ રાફુ ગામ વાત કરવામાં આવે તો અહીં  બોર ફેઇલ થતા ગામના લોકોને પાણીની મુશ્કેલી પડી રહી છે. આ ગામમાં પંચાયતનો બોર છેલ્લા ૨ મહિનાથી નિષ્ફળ થયો છે પરંતુ પાણી પુરવઠા વિભાગ દ્રારા કોઈ પણ પગલા લેવામાં નથી આવ્યા. જેથી ગામ ના લોકો ને ખાનગી બોરમાં પાણી ભરવા જવું પડે છે.

પાટણથી 70 કિલોમીટર દુર આવેલા આ રાફુ ગામમાં મંતવ્ય ન્યુઝની ટીમ પહોંચી ત્યારે કેટલાક દ્રશ્યો એવા જોવા મળ્યા કે જે જોઇને લાગે કે સરકાર ખરેખર જાડી ચામડીની છે.રાફુ ગામનો પ્રકાશ નામનો એક છોકરો સ્કુલે જવાના બદલે પાણી ભરવા જઈ રહ્યો છે.પ્રકાશની માતા દિવ્યાંગ છે અને ઘરને મદદ કરવા માટે તે દિવસમાં ત્રણ ફેરામાં પાણી ભરે છે.ભણવાની ઉમરે પ્રકાશનો અડધો દિવસ પાણી ભરવામાં જઇ રહ્યો છે.

પ્રકાશની સાથે એક એવી બાળકી પણ પાણી ભરતા જોવા મળી જેની ઉમર માંડ ચાર-પાંચ વર્ષની હશે.માથે બેડુ પણ માંડ માંડ ઉચકી શકે તેવી આ માસુમ પાણીનો ગાગર ઉચકીને ફરતી જોવા મળી રહી હતી.રમવાની ઉંમરે આ બાળકીનો પણ અડધો દિવસ પાણી ભરવામાં જાય છે.

રાફુ ગામના રહેવાસી  હંસાબેનએ જણાવ્યું કે અમારે લોકોએ પાણી ભરવા માટે ઘણું દુર જવું પડે છે. ગામના આગેવાનને વાત કરીએ તો એ ગરીબ માણસોની વાત નથી સાંભળતા તેમના પાસે તો ગાડીઓ હોય એટલે તે લોકો ગાડીમાં જઈને પાણી ભરી આવે  છે.અમે ચાલતા ચાલતા પાણી ભરવા જઇ છીએ ત્યારે પગમાં છાલા પણ પડી જાય છે.

રાફુ ગામાના જ કમુબેનને જણાવ્યું કે અહીં  બે ત્રણ મહિનાથી બોર નિષ્ફળ થઇ જતાં પાણી માટે બે કિલોમીટર ભટકવું પડશે જો પાણીનું ટેન્કર ક્યાંક આવે તો તે અમારા જેવા સામાન્ય પરિવારો સુધી પહોંચતું નથી.

 પાણી પુરવઠા ડેપ્યુટી એન્જીનીયર વી ડી મેવાડાએ જણાવ્યું હતું કે રાફુ ગામના બોરની કોલમ તુટી જવાને કારણે અહીંનું પાણી પીવાલાયક રહ્યું નથી.અમે નવા બોર માટે દરખાસ્ત મુકી છે. જે મંજુર થશે એટલે દરેક ગામ દીઠ દસ ટકા લોકફાળો ભર્યે ત્વરિત બોરનું કામ ચાલુ કરી દેવામાં આવશે.

જો કે રાફુ ગામનો બોર ચાલુ થશે ત્યારની વાત ત્યારે પરંતું હાલ તો ગામના લોકો પાણી વગર ટટળી રહ્યાં છે.ગામના લોકો ખાનગી બોર અથવા કુવામાંથી પાણી ભરે છે જે પીવાલાયક નથી હોતું. રાફુ ગામના કુંવરબાઈએ જણાવ્યું કે આવું ખરું પાણી પીવાથી ખંજવાળ અને સાધાના દુખાવા જેવા રોગોની સમસ્યા ઉભી થાય છે.

ગામમાં જે ખાનગી બોરમાં પાણી આવે છે તેમાં વીજળીની સમસ્યાને કારણે મોડી રાતે પાણી ભરવું પડે છે.

પ્રેમીલાબેન ઠાકોરે જણાવ્યું કે ક્યારેક પ્રાઇવેટ બોરમાં રાત્રી દરમ્યાન થ્રી ફેજ વીજળી હોઈ તો રાત્રિ દરમ્યાન મોડે સુધી અમારે પાણી ભરવું પડે છે અને પાણી ભરવા ઉજાગર પણ કરવા પડે છે.

ભલાભાઈ ઠાકોર જણાવ્યું કે  ખેતરોમાં રહેતા અને ખેતરોમાં મજૂરી કરવા જતાં પરિવારોને એ સમસ્યા છે કે તેઓ પાણી ભરવા જાય  કે ખેતરમાં મજુરી કામે જાય.જો રાત્રે પાણી આવે તો ઉજાગરા અને દિવસ ઉગતા મજૂરી જાવું પડે છે તો આવામાં મંજુરી કરનાર જાય તો ક્યાં જાય.

રાફુ ગામ સહિત અહીં અનવરપુરા,વેડ,વાઘપુર સહિત અનેક એવા અસંખ્ય ગામો છે કે જ્યા પીવાના પાણીમાં ટીડીએસ લેવલ 9000 કરતાં વધુ આવે છે.ટીડીએસ લેવલ વધારે હોવાને કારણે અહીંનું પાણી પીવાલાયક નથી હોતું.

રાફના ગ્રામજનોની આવી હાલત સરકારના બહેરા કાને અથડાતી નથી.રાફુના ગામ્રજનોને સરકાર નિરાશ કરી રહી છે ત્યારે હવે તેમણે મીડીયાનો સહારો લીધો છે.મંતવ્ય ન્યુઝ સમક્ષ અનેક ગ્રામવાસીઓ એ તો રીતસરની કાકલુદી કરીને તેમની પાણીની સમસ્યાની રજુઆત કરી હતી.