Strict/ સોશિયલ મિડીયા સામે આક્રોશ : ફેક ન્યૂઝ અને હિંસાને પ્રોત્સાહન અપાશે તો થશે કડક કાર્યવાહી

ભારતમાં ડિજિટલ શિક્ષણનું પ્રમાણ ઘણુ ઓછું છે. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ જુઠ્ઠાણા, અધુરી માહિતી, ગેરમાર્ગે દોરનારી માહિતી અને હિંસા-નફરત ફેલાવે તેવી માહિતી રજૂ-પ્રસારીત કરવા થાય છે

Top Stories India
ravi sankar સોશિયલ મિડીયા સામે આક્રોશ : ફેક ન્યૂઝ અને હિંસાને પ્રોત્સાહન અપાશે તો થશે કડક કાર્યવાહી

ભારતમાં ડિજિટલ શિક્ષણનું પ્રમાણ ઘણુ ઓછું છે. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ જુઠ્ઠાણા, અધુરી માહિતી, ગેરમાર્ગે દોરનારી માહિતી અને હિંસા-નફરત ફેલાવે તેવી માહિતી રજૂ-પ્રસારીત કરવા થાય છે. એ અટકે એટલા માટે સરકાર વિવિધ સોશિયલ મીડિયા સાઈટ્સ પરના એકાઉન્ટ બ્લોક કરવા કે ચોક્કસ પોસ્ટ હટાવી લેવાની સૂચના આપતી હોય છે.એવામાં આજે સરકાર દ્રારા અમુક કડક વલણો આપવામાં આવ્યો છે…

સોશિયલ મિડીયા સામે આક્રોશ

  • ટ્વિટરના કટ્ટર વલણ પર કેન્દ્રના કડક શબ્દો
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કેન્દ્ર સરકાર દ્વારા કડક ચેતવણી
  • ફેક ન્યૂઝ અને હિંસાને પ્રોત્સાહન અપાશે તો થશે કડક કાર્યવાહી
  • ભારતમાં બિઝનેસ કરવો છે તો અમારા કાયદાનું પાલન કરવું પડશે
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ભારતના બંધારણનું પાલન કરવું પડશે
  • ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ કેટલાક પ્રતિબંધો પણ છે
  • બંધારણ ફેંક ન્યૂઝ ફેલાવવાની મંજૂરી આપતું નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટ્વિટર અને ફેસબુકને કેન્દ્ર સરકાર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. રાજ્યસભામાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું સન્માન કરીએ છીએ. તેનાથી સામાન્ય લોકોને શક્તિ મળી છે. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ મહત્વની છે, પરંતુ જો તેના દ્વારા ફેક ન્યૂઝ અને હિંસાને પ્રોત્સાહન અપાય છે, તો અમે કાર્યવાહી કરીશું. પછી તે ટ્વિટર હોય કે પછી ગમે તે પ્લેટફોર્મ.

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું, ‘અમે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ સાથે અમારા નિયમો અને નિયમો શેર કર્યા છે. તેમણે કહ્યું કે જો ભારતમાં બિઝનેસ કરવો છે તો અમારા કાયદાનું પાલન કરવું પડશે.’પ્રસાદે વધુમાં જણાવ્યુ હતું કે ફ્રીડમ ઓફ સ્પીચ છે, પરંતુ આર્ટીકલ 19A તે પણ કહે છે કે કેટલાક વિષયો પર પ્રતિબંધ રહેશે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ભારતના બંધારણનું પાલન કરવું પડશે. બંધારણ સરકાર અને વડાપ્રધાનજીની ટીકા કરવાનો હક આપે છે, પરંતુ ફેંક ન્યૂઝ ફેલાવવાની મંજૂરી આપતું નથી.કાર્યવાહીમાં વિલંબ થતાં સરકારે નારાજગી વ્યક્ત કરી

વધુમાં તેમણે જણાવ્યું કે જુદા જુદા દેશો માટે અલગ-અલગ નિયમો ન હોય શકે. માટે જો ‘તે કેવી રીતે થઈ શકે કે કેપીટોલ હિલ્સ પરની હિંસા માટે અલગ નિયમો લાગુ કરવામાં આવે અને લાલ કિલ્લા પર હિંસા માટે અલગ નિયમો અપનાવવામાં આવે. અમે વિવિધ દેશો માટે અલગ-અલગ નિયમોને મંજૂરી આપી શકતા નથી.આ પહેલા બુધવારે ખેડૂત આંદોલન વચ્ચે સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રીને લઈને કેન્દ્ર સરકારે ટ્વિટરના કટ્ટર વલણ પર કડક શબ્દોમાં જણાવ્યુ હતુ. કેન્દ્ર સરકારે ટ્વિટરને કડક સ્વરમાં કહ્યું છે કે આવા હેન્ડલર્સને કોઈપણ સંજોગોમાં સાઇટ પરથી દૂર કરવા જ પડશે. આઇટી મંત્રાલયે આવા 257 હેન્ડલર્સને દૂર કરવા સૂચના આપી છે.સરકારે ટ્વિટર પર ચાલી રહેલા #farmer_genocide (ખેડૂત નરસંહાર) જેવા હેશટેગ્સ ચલાવતા એકાઉન્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. સરકારે ટ્વિટર પરથી 1178 એકાઉન્ટને દૂર કરવા જણાવ્યું છે. જો કે, બુધવારે, ટ્વિટરે અહેવાલ આપ્યો કે તેણે 500થી વધુ એકાઉન્ટને બ્લોક કરી દીધા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…