મોંઘવારી !/ ઉચી ઊડાન મોંઘી : હવાઈ યાત્રા માટે 30% સુધી વધારે ખર્ચ કરવો પડશે

દેશમાં પહેલાથી જ કોરોના મહામારી અને બીજી બાજુ વધતી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. તો હવે બીજી બાજુ હવાઈ યાત્રા પણ મોંઘી થવા જઈ રહી છે.  

Mantavya Vishesh Business
1

દેશમાં પહેલાથી જ કોરોના મહામારી અને બીજી બાજુ વધતી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. તો હવે બીજી બાજુ હવાઈ યાત્રા પણ મોંઘી થવા જઈ રહી છે.

ઉચી ઊડાન મોંઘી  

  • હવાઈ યાત્રા થઈ મોંઘી
  • ડોમેસ્ટિક હવાઈ યાત્રા મોંઘી
  • હવાઈ યાત્રા માટે 30% સુધી વધારે ખર્ચ કરવો પડશે
  • હવાઈ ભાડાની પ્રાઈઝ બેન્ડ વધારી દેવાઈ
  • ન્યૂનતમ ભાડામાં 10% અને અધિકતમ ભાડામાં 30%નો વધારો
  • ડેવલપમેન્ટ શુલ્ક, યાત્રી સુરક્ષા શુલ્ક અને GST સામેલ નથી.
  • લોકડાઉન પછી શિડ્યૂલ્ડ ડોમેસ્ટિક ઓપરેશન 25 મેથી ખુલ્યું
  • કેટલી કંપનીઓ હજુ પણ 80% કેપિસિટી સીમાને વધારવા નથી માગતી

દેશની અંદર હવાઈ યાત્રા માટે 30% સુધી વધારે ખર્ચ કરવો પડશે. સરકારે અલગ-અલગ રૂટ માટે નક્કી કરેલા હવાઈ ભાડાની પ્રાઈઝ બેન્ડ વધારી દિધી છે. તે સાથે જ એરલાઈન્સ કંપનીઓ પર પ્રી-કોવિડ લેવલની તુલનાએ અધિકતમ 80% ક્ષમતાની સાથે ફ્લાઈટ ઓપરેટ કરવા માટે લગાડવામાં આવેલી સમય મર્યાદાને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે.ન્યૂનતમ ભાડામાં 10% અને અધિકતમ ભાડામાં 30%નો વધારો કરવામાં આવ્યો છે. નવા પ્રાઈઝ બેન્ડ મુજબ દિલ્હી-મુંબઈ રૂટ પર ઈકોનોમી ક્લાસમાં હવે એક સાઈડનું ભાડું 3,900-13,000 રૂપિયાના રેન્જમાં રહેશે. પહેલાં આ 3,500-10,000 રૂપિયાની રેન્જમાં હતા. જેમાં એરપોર્ટનો યુઝર ડેવલપમેન્ટ શુલ્ક, યાત્રી સુરક્ષા શુલ્ક (ઘરેલુ માર્ગ પર 150 રૂપિયા) અને GST સામેલ નથી.

દિલ્હી-મુંબઈ રૂટ પર ઈકોનોમી ક્લાસનું ભાડું 3,900-13,000 રૂપિયા, પહેલાં 3,500-10,000 રૂપિયા હતું

  • ડેવલપમેન્ટ શુલ્ક, યાત્રી સુરક્ષા શુલ્ક અને GST સામેલ નથી.
  • લોકડાઉન પછી શિડ્યૂલ્ડ ડોમેસ્ટિક ઓપરેશન 25 મેથી ખુલ્યું
  • કેટલી કંપનીઓ હજુ પણ 80% કેપિસિટી સીમાને વધારવા નથી માગતી

કોરોનાની મહામારીના પ્રકોપ બાદ શિડ્યૂલ્ડ ડોમેસ્ટિક ઓપરેશન 25 માર્ચ 2020થી પ્રતિબંધ મૂકી દેવાયો હતો. 25 મે 2020થી તેને કેટલીક શરતો અને પ્રી-કોવિડ લેવલની તુલનાએ એક-તૃતિયાંશ ક્ષમતાની સાથે ધીમે-ધીમે ખોલવાનું શરૂ કર્યું, કે જેથી વિમાની કંપનીઓ અને એરપોર્ટ્સ તમામ કોવિડ નિયમોનું પાલન કરી શકે. હવાઈ ભાડા પર ન્યૂનતમ અને અધિકતમ સીમા લગાવવામાં આવી હતી, કે જેથી વિમાની કંપનીઓ વધુ પ્રમાણમાં ભાડું ન વસૂલે અને માત્ર જરૂરી કાર્યો માટે જ હવાઈ યાત્રાઓ થાય. 3 ડિસેમ્બર 2020નાં રોજ ફ્લાઈટ કેપિસિટીને વધારીને પ્રી-કોવિડ સ્તરના 80% સુધી કરી દેવાયો હતો. આ પહેલાં તે 70% હતો.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…