શોધખોળ/ આખો દિવસ પસાર કરો છો જેની સામે બેસીને, તે ટી.વી. વિશે આ જાણો છે ?

આજકાલ ટીવી કોઇના માટે નવાઇની વાત નથી. પણ જરા વિચારો જયારે ટીવીનો આવિશ્કાર આ દુનિયામાં થયો હશે ત્યારે લોકોમાં કેવું કૂતૂહલ સર્જાયું હશે. ટીવીના જન્મનો ઇતિહાસ ૯૨ વર્ષ જૂનો છે. અનેક મહેનત અને સંઘર્ષ પછી લંડનમાં આજના દિવસે ટીવીનું પહેલું પ્રસારણ કરવામાં સફળતા મળી હતી. આવો જોઇએ ટીવીના જન્મનો રોચક ઇતિહાસ. દુનિયામાં એવા ઓછા ઘર […]

Trending Mantavya Vishesh Entertainment
conversor tv digital e1532522326723 આખો દિવસ પસાર કરો છો જેની સામે બેસીને, તે ટી.વી. વિશે આ જાણો છે ?

આજકાલ ટીવી કોઇના માટે નવાઇની વાત નથી. પણ જરા વિચારો જયારે ટીવીનો આવિશ્કાર આ દુનિયામાં થયો હશે ત્યારે લોકોમાં કેવું કૂતૂહલ સર્જાયું હશે. ટીવીના જન્મનો ઇતિહાસ ૯૨ વર્ષ જૂનો છે. અનેક મહેનત અને સંઘર્ષ પછી લંડનમાં આજના દિવસે ટીવીનું પહેલું પ્રસારણ કરવામાં સફળતા મળી હતી. આવો જોઇએ ટીવીના જન્મનો રોચક ઇતિહાસ.

દુનિયામાં એવા ઓછા ઘર હશે બચ્યા હશે, જયાં ટેલીવિઝન જોવા ન મળે. કેટલાક ઘરોમાં તો, બે કે તેથી વધારે ટેલીવિઝન જોવા મળે છે.

જેમાં મલ્ટીફીચર્સ અને હાઇ રીજોલ્યુએશ વાળા ટીવી તમને દુનિયાભરનો હાલ બતાવી દે છે. તમને જણાવી દઇએ કે, ટીવીનો વિકાસ ૧૮૩૦માં ત્યારે જ શરૂ થઇ ગયો હતો. જયારે ગ્રહામ બેલ અને થોમસ એડિસને અવાજ અને ફોટો ટ્રાન્સફર કરીને બતાવ્યો હતો. ત્યારપછી પોલ નિપ્કો રોટેટિંગ ડિસ્કની મદદથી મિકેનિકલ સ્કૈનર બનાવનારા પહેલાં વ્યક્તિ હતા. જેનાથી મિકેનિકલ ટીવીનો આવિષ્કાર સંભવ બન્યો. આમતો ટીવીના વિકાસની કહાનીમાં બીજુ એક નામ ચાલ્ર્સ ફ્રાંસિસ જેનકિંસ પણ સામેલ છે, જેમણે દુનિયામાં ટીવીનો આવિષ્કાર કર્યો.

અત્યારે ટેલીવિઝનનો આકાર અને પ્રકાર સંપુર્ણ રીતે બદલાઇ ચૂકયો છે. પણ આવો જાણીએ જોન લોગી બેયર્ટે પહેલીવાર દુનિયામાં

લંડનમાં કેવી રીતે ટીવી પ્રસારણ કરીને બતાવ્યું. 

લંડનમાં થયેલા પહેલી વારના પ્રસારણ બાદ ટીવી આખી દુનિયામાં મહત્વની ભૂમિકા ભજવતું આવ્યુ છે અને તે કોઇનાથી છુપાયેલું નથી. જો કે, બેયર્ડ ટીવી બનાવતા પહેલાં કેટલીય વાર આ પ્રયોગમાં નિષ્ફળ રહી ચૂકયા હતા.

આપણા બધાના ઘરમાં ટીવી જે રીતે  સમાચારોથી લઇને મનોરંજની દુનિયાને પરોસે છે. મોટી..મોટી..ઘટનાઓનું લાઇવ પ્રસારણ થાય છે. અને બીજી તરીતે પણ ટીવી સૌ કોઇની જીંદગીમાં અનિવાર્ય રીતે સામેલ થઇ ચૂકયુ છે. પહેલી વાર તેને આજના દિવસે દુનિયામાં રજૂ કરવામાં આવ્યુ હતું. 

તેના પછી સંચાર અને મનોરંજનની દુનિયામાં ક્રાંતિ આવી ગઇ. જે એલ બેયર્ડે લંડનમાં પહેલી ટીવી રજૂ કર્યું. બેયર્ડે તસવીરો પ્રસારીત કરનારી એક મશીન સૌની સામે રજૂ કરી. જેને તેમણે ટેલીવાઇઝરનું નામ આપ્યું. જો કે, તેમની આ મશીનમાં ગોળ ફરતી એક મિકેનિકલ ડિસ્ક લાગેલી હતી. જે બદલાતી તસવીરોને સ્કેન કરીને તેને ઇલેક્ટ્રોનિક આવેગોમાં બદલી શકતી હતી. આ જાણકારી પછી તારાઓ મારફતે સ્ક્રીન સુધી પહોચતી હતી. જયાં તે ઘણા ઓછા રીઝોલ્યુએશન વાળા પ્રકાશ અને છાયાની એક ખાસ પેટર્ન જેવી દેખાતી હતી..,

બેયર્ડે તેમના પહેલાં ટીવી પ્રોગ્રામમાં બે કઠપૂતળીઓના માથા બતાવ્યા હતા.

બેયર્ડ પહેલાં એવા વ્યક્તિ હતા જેમણે ઓળખાઇ શકે તેવી તસવીરો રજૂ કરવામાં સફળતા મેળવી હતી. બેયર્ડે ૧૯૨૮માં પહેલું સફળ ઓવરસિઝ પ્રસારણ પણ કર્યું. ફોન લાઇન મારફતે સિગ્નલ લંડનથી ન્યુયોર્ક મોકલવામાં આવ્યું, અને તેજ વર્ષોમાં તેમણે પહેલું રંગીન ટીવી પણ રજૂ કર્યુ.

એલ બેયર્ડ કોણ હતા

હવે આવો જાણીએ કે જે એલ બેયર્ડ કોણ હતા..? બેયર્ડનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૮૮માં ગ્લાસગોની પાસે  હૈલન્સબર્ગમાં થયો હતો. તેમના પિતા પાદરી હતા. પણ આર્થિક મુશ્કેલીઓ ઘણી વધારી હતી. બેયર્ડનું નાનપણ અભાવોની વચ્ચે પસાર થયું. ભણવામાં તેમને કોઇ ખાસ રસ ન હતો. તે દિવસોમાં તેઓ વિધાલયમાં ફોટોગ્રાફીમાં વધારે ધ્યાન આપતા હતા. તેમાં તેમણે એટલો રસ દાખવ્યો કે, સ્કુલમાં જ તેઓ ફોટોગ્રાફીના અધ્યક્ષ બની ગયા. 

૧૨ વર્ષની ઉંમરમાં બેયર્ડે તેમના સાથીઓની મદદથી દુરદર્શન લાઇનું નિર્માણ કરી દીધું. સ્કુલ પછી તેમણે ગ્લાસ્કોની રોયલ ટીકનિકલ કોલેજમાં સાયન્સમાં અભ્યાસ કર્યો. અને પછી તેમણે એક ઇલેક્ટ્રીકલ કંપનીમાં એન્જિનિયરની નોકરી કરી લીધી. જયારે પહેલું વિશ્વ યુદ્ધ ચાલી રહયુ હતુ ત્યારે, બેયર્ડે રસોઇ બનાવવાથી લઇને ચટણી બનાવવાનું કામ પણ કર્યું. તે પછી ૧૯૨૨ની આસપાસ બેયર્ડને લાગ્યુ કે, તેમણે જે દુરદર્શનનો એક હલકો પ્રયોગ કર્યો હતો, તેને તેઓ આગળ વધારી શકે છે. તેઓ તરત જ તેના પર લાગી ગયાઅને ઉપકરણ બનાવવાની યોજના બનાવી લીધી.

કેટલાય મહીનાઓના પ્રયોગ પછી તેમણે તેમનું પહેલું ટીવી ટ્રાંન્સમિશન અને તેને રિસિવ કરવામાં સફળતા મળી. જો કે તેના પછી પણ એક પરીક્ષણ ચાલતું રહયુ. ૧૯૨૪માં તેમણે પહેલીવાર ટ્રાંસમિશનને ત્રણ ગજ સુધી દુર મોકલવામાં સફળતા મેળવી. ૧૯૨૫માં તેમણે તેમના આ ઉપકરણમાં પ્રકાશને વિધુત કિરણોમાં બદલવાની શોધ કરી. જયારે તેમણે સ્વીચ ઓન કરી તો તેઓ પોતે દંગ રહી ગયા. આ મશીનમાં દ્રશ્યનો આખો ચહેરો ઉભરીને સામે આવ્યો હતો. આ મોટી સફળતા હતી. અને તેવી જ રીતે બેયર્ડેને માનવકૃતિને બ્રોડકાસ્ટ કરવામાં પણ સફળતા મળી ગઇ.

૧૯૨૬માં તેમણે સૌની સાથે તેનું પ્રસારણ કરીને બતાવ્યું. તે પછી તેમનું કામ પરિષ્કૃત થતું ગયું. તેના માટે વધુ વિકસિત ઉપકરણનો ઉપયોગ થયો. ત્યારપછી દુનિયામાં રંગીન ટીવીનું પણ પ્રસારણ શરૂ થયું. અને સમયની સાથે તે વધુ મજબૂત થતું ગયું.