Not Set/ રેલ ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, રોજની એક લાખ રૂપિયાની તત્કાલ ટિકિટ થતી હતી બુક

જેમાં ગત તા 24 એપ્રિલના સાસણ ગીર રેલવે સ્ટેશન પર થી અમદાવાદ – લખનઉ, સુરત – શાહગંજ અને સુરત – મુઝફ્ફરનગર એમ ત્રણ તત્કાલ ટિકિટનું કોઈ વ્યક્તિની ઉપસ્થિતી વગર જ બુકિંગ થયું હતું.

Top Stories Gujarat Trending
indira gandhi 2 રેલ ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, રોજની એક લાખ રૂપિયાની તત્કાલ ટિકિટ થતી હતી બુક

જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં ફરિયાદ કોને કરવી, આવો જ કંઈક તાલ વેરાવળ રેલવે ડિવિઝનમાં સર્જાયો છે અને રેલવે ટિકિટના કાળાબજારીના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આર. પી.એફની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરાયો છે જેમાં રેલવેના જ અધિકારી અને કર્મચારીઓની ભૂંડી ભૂમિકા સામે આવી છે.

રેલવેના વેરાવળ ડિવિઝનમાં રેલ ટિકિટના કાળાબજારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમા તલાલા, સાસણ ગીર, વિસાવદર,દામનગર જેવા સ્ટેશનથી રોજની એક લાખ રૂપિયાની તત્કાલ ટિકિટ બુક થતી હતી. જેમાં તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં સાસણ ગીર સ્ટેશનનો બુકિંગ કલાર્ક સંદિપ અગ્રાવત, તાલાલા સ્ટેશનનો બુકિંગ કલાર્ક મનિષ શ્રીવાસ્તવ, વિસાવદર સ્ટેશનનો બુકિંગ કલાર્ક નીતિન દમણિયા અને દામનગર સ્ટેશનનો ડેપ્યુટી એસ.એસ. શિવકૃપાલ પાસવાનની સંડોવણીના સામે આવતા ચારેય રેલવે કર્મચારીઓ સહિત અન્ય ચાર કાળા બજારીયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી  ધરપકડ કરવામાં આવી હતી.

રેલવે ના વેરાવળ ડિવિઝન માં રેલ ટિકિટ ના કાળાબજાર ના રેકેટ નો આર.પી.એફ. દ્વારા પર્દાફાશ કરાયો છે. રેલવે ના જ ચાર બુકિંગ ક્લાર્ક અને એક  સ્ટેશન સુપરવાઈઝર અમદાવાદ, સુરત ના એજન્ટો મારફત કાલા બજારીનું રેકેટ ચલાવતા હતા. તાલાલા, સાસણ ગીર, વિસાવદર, દામનગર રેલવે સ્ટેશનના કર્મચારીઓ સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ, સુરતના કનેકશન સાથે આ કેસમાં રાજ્ય વ્યાપી રેકેટની શકયતા હાલ વર્તાઈ રહી છે. આરોપી રેલવે કર્મચારીઓ પત્ની તેમજ અન્યના નામના બેન્ક એકાઉન્ટમાં ભ્રષ્ટાચારની રકમ મેળવતા હતા. RPFની કાર્યવાહીથી રેલવે વિભાગમાં ખળભળાટ મચ્યો છે.

સમગ્ર કૌભાંડ ની તપાસ ચલાવી રહેલ વેરાવળ RPF ના PSI ઉદયભાનસિંહએ માહિતી આપતા જણાવેલ કે, વેરાવળ રેલવે ડિવિઝન ના તાલાલા, સાસણ ગીર, વિસાવદર, દામનગર જેવા નાના મીટરગેજ રેલવે સ્ટેશનો પરથી પ્રતિદિન એક લાખની તત્કાલ ટિકિટના બુકિંગ થતા જે શંકાના દાયરામાં હતા. અને રેલવે ટિકિટના કાળા બજારીનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હોવાની ચોક્કસ બાતમી આધારે છેલ્લા એક વર્ષથી આ રેકેટનો પર્દાફાશ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

જેમાં ગત તા 24 એપ્રિલના સાસણ ગીર રેલવે સ્ટેશન પર થી અમદાવાદ – લખનઉ, સુરત – શાહગંજ અને સુરત – મુઝફ્ફરનગર એમ ત્રણ તત્કાલ ટિકિટનું કોઈ વ્યક્તિની ઉપસ્થિતી વગર જ બુકિંગ થયું હતું.

RPFની ચુનંદા ટિમ દ્વારા આ ટિકિટના PNR નમ્બરના  આધારે અમદાવાદ અને સુરતમાં પેસેન્જરને ટ્રેસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવેલ જેમાં આ ત્રણેય ટિકિટનો બ્લેકનો ભાવ ચૂકવી ખરીદ કરવામાં આવી હતી. જેના આધારે આ ટિકિટ કોની પાસેથી ખરીદ કરાયેલ તે દિશામાં તપાસ હાથ ધરતા અમદાવાદ સુરતના રેલવે ટિકિટના કાળાબજારીયાઓ મારફત વેરાવળ રેલવે ડિવિઝનના રેલવેના જ બુકિંગ ક્લાર્ક સુધી પગેરું પહોંચ્યું હતું.

સાસણ ગીર સ્ટેશનનો બુકિંગ કલાર્ક સંદિપ અગ્રાવત, તાલાલા સ્ટેશનનો બુકિંગ કલાર્ક મનિષ શ્રીવાસ્તવ, વિસાવદર સ્ટેશનનો બુકિંગ કલાર્ક નીતિન દમણિયા અને દામનગર સ્ટેશનનો ડેપ્યુટી એસ.એસ. શિવકૃપાલ પાસવાનની સંડોવણીના પુરાવા સામે આવતા ચારેય રેલવે કર્મચારીઓ સહિત અન્ય ચાર કાલા બજારીયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી  ધરપકડ કરવામાં આવી છે.

તપાસનીશ અધિકારી ઉદયભાન સિંહ ના જણાવ્યા મુજબ ચારેય રેલવે કર્મચારીઓ પોતાની પત્નીઓ ના બેન્ક એકાઉન્ટ મારફત  ભ્રષ્ટાચાર ના નાણાં મેળવતા હતા. તાલાલા રેલવે સ્ટેશનનો બુકિંગ  ક્લાર્ક મનીષ શ્રીવાસ્તવએ તો તાલાલાના આ સંજય હરિયાની નામના વ્યક્તિનું એક્ઝીસ બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં  પોતાના મોબાઈલ નંબર રજીસ્ટર કરવી પોતે આ એકાઉન્ટ મેનેજ કરતો અને તેમાં નાણાં મંગાવતો હોવાના પુરાવા સામે આવ્યા છે.

રેલવે તંત્ર દ્વારા લોકો ની સુવિધા માટે ઉભી કરાયેલ તત્કાલ બુકિંગ સેવા નો રેલવે ના જ ભ્રષ્ટ અધિકારી ઓ અને કર્મચારીઓ ગેરલાભ ઉઠાવી રેલવે ટિકિટ ના કાલા બજારી નું રેકેટ ચલાવી રહ્યા ની પુષ્ટિ થઈ છે ત્યારે આ રેકેટ ના તાર ઉચ્ચ કક્ષા ના અધિકારી સાથે પણ જોડાયેલ હોવા ની ચર્ચા ઉઠી છે. રેકેટ માં સંડોવાયેલા કર્મચારીઓ સામે કડક કાર્યવાહીના બદલે ફરી નજીકના રેલવે સ્ટેશનમાં બઢતી સાથે બદલીઓ કરાતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આગળની તપાસમાં અન્ય વધુ રેલવે ના જ અધિકારી, કર્મચારીઓ ની સંડોવણી સામે આવે તેવી શકયતા વર્તાઈ રહી છે.