Not Set/ હવે કોઇપણ સંજોગોમાં અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ નહીં થાય: મહાપાત્ર

અમદાવાદ, 6 જુન 2018. અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ પણ ડેવલોપમેન્ટને લઇ કોઇ નક્કર નિર્ણય લઇ શકાતો નથી. જયારે છેલ્લા કેટલાક વર્ષોથી એરપોર્ટના ડેવલોપમેન્ટ લઇ આખો પ્રોજેક્ટ ઘોઁચમાં મુકાયો છે. ખાનગીકરણમાં બોલી લગાવવામાં આવી પરંતુ કોઈ કંપની આગળ આવી નહોતી આથી છેલ્લે ઓથોરિટીએ ખાનગીકરણ અને પીપીપી મોડલની પ્રક્રિયા રદ કરતા ફક્ત […]

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad airport હવે કોઇપણ સંજોગોમાં અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ નહીં થાય: મહાપાત્ર

અમદાવાદ,

6 જુન 2018.

અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ પણ ડેવલોપમેન્ટને લઇ કોઇ નક્કર નિર્ણય લઇ શકાતો નથી. જયારે છેલ્લા કેટલાક વર્ષોથી એરપોર્ટના ડેવલોપમેન્ટ લઇ આખો પ્રોજેક્ટ ઘોઁચમાં મુકાયો છે.

ખાનગીકરણમાં બોલી લગાવવામાં આવી પરંતુ કોઈ કંપની આગળ આવી નહોતી આથી છેલ્લે ઓથોરિટીએ ખાનગીકરણ અને પીપીપી મોડલની પ્રક્રિયા રદ કરતા ફક્ત મેઇન્ટન્સ માટે બીડ મંગાવ્યા હતા પરંતુ કોઇ ખાસ કંપનીઓ ન આવતા ઓથોરિટી ખુદ મુંઝવણમાં મુકાઇ છે.

બીજીતરફ એરપોર્ટના વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે કે હવે ખુદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાજ એરપોર્ટનું મેઇન્ટેન્સ કરી ડેવલોપ કરે તેવી શક્યતાઓ છે, તે દિશામાં ઓથોરિટીએ ચક્રો ગતિમાન કર્યા છે.

એએઆઇના ચેરમેન ગુરૃપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યુ હતું કે, Aai હવે કોઇપણ સંજોગોમાં અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ નહીં થાય: મહાપાત્ર

“હવે કોઇપણ સંજોગોમાં અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ નહીં થાય.”

 

એરપોર્ટના વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે કે એરપોર્ટના મેઇન્ટેનન્સ માટે કોઇ કંપનીઓ નહી આવે તો ખુદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જ મેઇન્ટેનન્સ કરશે. આમ એરપોર્ટના સર્વે કરાયા બાદ કેટલો ખર્ચ થશે તે મુજબ ફંડ જાહેર કરે તેવી શક્યતાઓ છે. આ એરપોર્ટના ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી તેમા ૧૧ કંપનીઓ રેસમાં હતી. જેનું કારણ એ છે કે એરપોર્ટની આસપાસ તેમજ સર્કલથી આજુબાજુ મોકાની વિશાળ જમીન છે જેથી જમીન પર કોઇ હોટલ કે મોલ્સ ઉભા કરાય તો ખાનગી કંપનીઓ લાંબાગાળે આર્થિક ફાયદો થાય તેમ હતો પરંતુ જો ઓથોરિટી આમ કરે તો કેન્દ્ર સરકાર હસ્તક કંઇ જ રહે નહી.

 

આમ ઓથોરિટીએ પોતાના હસ્તક મેનેજમેન્ટ રાખવા એરપોર્ટનો અમુક જ ભાગ મેઇન્ટેન્સ માટે આપવાની જાહેરાત કરી હતી જેના કારણે કંપનીઓ પાછી પાની કરી રહી છે.