Not Set/ નીતિન પટેલ બાદ હવે સીએમ રૂપાણી જશે દિલ્લી, PM સાથે ગુજરાતની રાજકીય સ્થિતિની કરી શકે છે ચર્ચા

ગુજરાત, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હી જશે અને રવિવારે ભાજપના તમામ મુખ્યમંત્રીઓની મળી રહેલી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત સૂત્રો મુજબ, આ બેઠક બાદ પીએમ મોદી અને વિજય રૂપાણીની વિશેષ મુલાકાત પણ થઈ શકે છે. જેમાં ગુજરાતમાં ઊભી થયેલી રાજકીય વર્તમાન સ્થિતિ અને સોશિયલ મીડિયા દ્વારા વહેતી થયેલી વાતો મુદ્દે પણ રૂપાણી પીએમ […]

Top Stories Gujarat
Vijay Rupani નીતિન પટેલ બાદ હવે સીએમ રૂપાણી જશે દિલ્લી, PM સાથે ગુજરાતની રાજકીય સ્થિતિની કરી શકે છે ચર્ચા

ગુજરાત,

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હી જશે અને રવિવારે ભાજપના તમામ મુખ્યમંત્રીઓની મળી રહેલી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત સૂત્રો મુજબ, આ બેઠક બાદ પીએમ મોદી અને વિજય રૂપાણીની વિશેષ મુલાકાત પણ થઈ શકે છે.

જેમાં ગુજરાતમાં ઊભી થયેલી રાજકીય વર્તમાન સ્થિતિ અને સોશિયલ મીડિયા દ્વારા વહેતી થયેલી વાતો મુદ્દે પણ રૂપાણી પીએમ સાથે ચર્ચા કરશે.

ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં તેમણે રાજીનામુ આપ્યું છે. તેવી અફવા વહેતી થઈ હતી.

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના રાજીનામાંથી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાંની ચર્ચા સોશિયલ મીડિયાના માધ્યમથી જોરશોરથી ચાલી હતી.

જેને રાજ્ય સરકારે પણ ગંભીર ગણીને આ મામલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ દિલ્હીની મુલાકાત લઈ આવ્યા હતા.