વડોદરા/ સમરસ હોસ્પિટલમાં સ્ટાફ ઉપર દર્દીના હાથમાંથી ચાંદીનું કડું કાઢી લેવાનો આક્ષેપ

હુલના હાથમાં રહેલું 600 ગ્રામ વજનનું ચાંદીનું કડું ગાયબ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.  પરિવાર પાસે પુરાવા તરીકે કેટલાક વીડિયો પણ છે જેમાં રાહુલના હાથમાં રહેલું ચાંદીનું કડું સ્પષ્ટ દેખાઈ આવે છે

Gujarat Others Trending
vaccine 7 સમરસ હોસ્પિટલમાં સ્ટાફ ઉપર દર્દીના હાથમાંથી ચાંદીનું કડું કાઢી લેવાનો આક્ષેપ

કોરોના કાળ દરમિયાન અવારનવાર કોવીડ   કેર સેન્ટરમાં થી દર્દીના મોત બાદ તેના શરીર ઉપર રહેલા દાગીના મોબાઈલ જેવા કિમતી વસ્તુઓ ગુમ થયાના અહેવાલો અવારનવાર આવી રહ્યા છે. ત્યારે હવે વડોદરા શહેરના સમરસ હોસ્ટેલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીના મોત બાદ તેના હાથમાં રહેલ 600 ગ્રામ ચાંદીનું કડું ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ૧૭ કોરોના કેસ અને કોરોનાથી થતા મોતના આંકડામાં વધારો નોંધાઈ રહ્યો છે. લોકોને હોસ્પિટલમાં બેડ, દવા, ઇન્જેક્શન, ઓક્સિજન, વેન્ટિલેટર વિગેરે માટે ફાંફા મારવા પડી રહ્યા છે. ત્યારે વડોદરામાં આવેલ સમરસ હોસ્ટેલ ના કોવિડ કેર સેન્ટર ખાતે મૃતક દર્દીના હાથમાં રહેલ 200ગ્રામ વજન ચાંદીનું કડું ગાયબ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના ૫૦ વર્ષીય રાહુલ રવિશંકર દૂબેને કોરોના પોઝિટિવ આવતા સમરસ હોસ્પિટલ ખાતે ચાલતા કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે પરિવારને હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો કે દર્દીનું મૃત્યુ થઈ ગયું છે અને મૃતદેહ લઈ જાઓ.  રાહુલનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો અને રાહુલના હાથમાં રહેલું 600 ગ્રામ વજનનું ચાંદીનું કડું ગાયબ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.  પરિવાર પાસે પુરાવા તરીકે કેટલાક વીડિયો પણ છે જેમાં રાહુલના હાથમાં રહેલું ચાંદીનું કડું સ્પષ્ટ દેખાઈ આવે છે. તો રાહુલ ના મૃત દેહ ઉપર તેના હાથમાં કળાની જગ્યા એ ઈજા ના નિશાન પણ જોવા મળ્યા છે. પરિવારજનો દ્વારા સો નંબર ઉપર જાણ કરી પોલીસ બોલાવી આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે અને સ્ટાફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.