મોટી દુર્ઘટના ટળી!/ સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

સુરત એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી ફ્લાઇટ લેન્ડ થઈ હતી તે સમયે જ તેમના ટાયર માંથી હવા નીકળી ગઈ હતી આ ફ્લાઈટની અંદર પાંચ મુસાફરો બેઠા હતા.

Gujarat Surat
Mantavyanews 3 1 સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત એરપોર્ટ પર વધુ એક મોટી દુર્ઘટના બનતા અટકી હતી.વેન્ચુરા કંપનીની ડોમેસ્ટિક ફ્લાઇટ લેન્ડ થઈ તે સમયે ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી.આ વિમાનમા અઠવાડિયા પહેલા જ નવા ટાયર લગાવવામાં આવ્યા હતા તેમ છતાં ટાયરમાંથી હવા નીકળી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.સદનસીબે આ ઘટનામાં બધું કાબુ હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

સુરત એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી ફ્લાઇટ લેન્ડ થઈ હતી તે સમયે જ તેમના ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી આ ફ્લાઈટની અંદર પાંચ મુસાફરો બેઠા હતા. આ ફ્લાઈટ અમદાવાદ થી સુરત આવી હતી અમદાવાદથી આ ફ્લાઈટ નીકળી એ દરમિયાન ફ્લાઈટ સહી સલામત હતી.

Untitled 2 1 સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

જોકે સુરત એરપોર્ટ પર લેન્ડ થતા ની સાથે જ વેન્ચુરા કંપની ની ડોમેસ્ટિક ફ્લાઈટના ટાયર માંથી એકાએક જ હવા નીકળી ગઈ હતી.હવા નીકળી જતા એરક્રાફ્ટ માં બેઠેલા પાંચ જેટલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. મહત્વનું છે કે એક અઠવાડિયા અગાઉ પણ સુરત એરપોર્ટ ઉપર વેન્ચુરાના એક પ્લેનનું ટાયર બ્લાસ્ટ થયું હતું અને આ ઘટનાનો રિપોર્ટ પણ એરપોર્ટ ઓથોરિટીએ અગાઉ મંગાવ્યો હતો. ત્યારે ફરી એક વખત આ પ્રકારે ઘટના બનતા અનેક સવાલો ઉદભવી રહ્યા છે.

સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર આ એરક્રાફ્ટમાં માત્ર એક અઠવાડિયા પહેલા જ નવા ટાયર લગાવવામાં આવ્યા હતા ખાનગી કંપનીના ટાયરમાં ટેકનિકલ ફોલ્ટ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.એરક્રાફ્ટ લેન્ડ થાય તે સમયે ટાયર પૂરતું એર પ્રેસર જાળવી શકતું ન હોવાથી હવા નીકળી જતી હોવાની વાત સામે આવી છે મહત્વનું છે કે આ ઘટના બનતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા જોકે ટાયર માંથી હવા નીકળી ગયા બાદ પણ સ્થિતિ કાબુમાં રહેતા મોટી દુર્ઘટના બનતા સહેજ વારમાં જ અટકી ગઈ હતી.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર