Not Set/ અમિત શાહ – સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાતા રાજ્યસભાની એક સીટ પર કોંગ્રેસ કરી શકે છે કબજો

લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ શાહ ચૂંટાઈને આવ્યા છે.ભાજપના આ બંને નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે.લોકસભાની ચૂંટણી જીત્યા પછી હવે બંને રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામુ આપશે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક પર ટૂંક સમયમાં ચૂંટણી આવશે.ભાજપ માટે આ ચૂંટણી જીતવી પડકારરૂપ બને તેમ છે કેમ કે વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યા […]

Top Stories Gujarat Others
refr અમિત શાહ - સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાતા રાજ્યસભાની એક સીટ પર કોંગ્રેસ કરી શકે છે કબજો

લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ શાહ ચૂંટાઈને આવ્યા છે.ભાજપના આ બંને નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે.લોકસભાની ચૂંટણી જીત્યા પછી હવે બંને રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામુ આપશે.

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક પર ટૂંક સમયમાં ચૂંટણી આવશે.ભાજપ માટે આ ચૂંટણી જીતવી પડકારરૂપ બને તેમ છે કેમ કે વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યા બળ વધ્યું છે.

રાજ્યમાં હાલની સ્થિતિએ વિધાનસભામાં ભાજપના 99, કોંગ્રેસના 71, 2 અપક્ષ, 2 બીટીપી, એક એનસીપી મળીને કુલ 175 ધારાસભ્યો છે. 7 જગ્યા ખાલી છે. જેમાંથી 4 નવા ચૂંટાઇને ભાજપમાં આવ્યા છે પરંતુ લોકસભામાં જીતેલા ભાજપના 4 ધારાસભ્યો રાજીનામા આપશે જેથી 175 સભ્ય સંખ્યા થશે.

રાજ્યસભાની ચૂંટણી માટે હાલની સ્થિતિએ છે. જેથી હાલ રાજ્યસભામાં એક ઉમેદવારને ફર્સ્ટ પ્રેફરન્સના 60 મત જરૂરી છે. બંને ઉમેદવારને જીતાડવા ભાજપ પાસે 120 ધારાસભ્યો હોવા જોઇએ. કોંગ્રેસ પાસે એક ઉમેદવારને ચૂંટી શકે તેટલા 60 થી વધુ ધારાસભ્યો છે.

આમ જો કોંગ્રેસની સભ્યસંખ્યા 60થી નીચી જાય તો જ ભાજપ બે ઉમેદવારને ચૂંટી શકે છે. આ ગણિત પ્રમાણે ભાજપને રાજ્યસભાની બે સીટો.મળવી મુશ્કેલ લાગે છે.