Iran-Indian Ship/ ઇરાને કાર્ગો જહાજ સાથે પકડાયેલા 17 ભારતીયોને મુક્ત કર્યા, પ્રવાસી ભારતીયો માટે વિદેશ મંત્રાલયનું સૂચન

ઈરાને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ MSC Ariesના સમગ્ર ક્રૂને મુક્ત કર્યા છે. ક્રૂમાં 17 ભારતીયો સહિત 25 લોકોનો સમાવેશ થાય છે.

Top Stories World Breaking News
Beginners guide to 2024 05 04T094551.003 ઇરાને કાર્ગો જહાજ સાથે પકડાયેલા 17 ભારતીયોને મુક્ત કર્યા, પ્રવાસી ભારતીયો માટે વિદેશ મંત્રાલયનું સૂચન

ઈરાને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ MSC Ariesના સમગ્ર ક્રૂને મુક્ત કર્યા છે. ક્રૂમાં 17 ભારતીયો સહિત 25 લોકોનો સમાવેશ થાય છે. ભારતીય વિદેશ મંત્રાલયે સલાહ આપી છે કે જો ભારતના લોકોએ ઈઝરાયેલ-ઈરાનનો પ્રવાસ કર્યો હોય તો સાવચેતી રાખવી જોઈએ. ન્યાયિક નિયમો હેઠળ તેમની અટકાયત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાયાને શુક્રવારે એસ્ટોનિયન વિદેશ મંત્રી માર્ગસ ત્સાહકાના સાથે ફોન પર વાત કરી હતી અને આ દરમિયાન તેમણે ક્રૂને મુક્ત કરવાની જાણકારી આપી હતી.

ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો
ભારતીય વિદેશ મંત્રાલયે સલાહ આપી છે કે જો ભારતીય લોકો ઈઝરાયેલ અને ઈરાનની યાત્રા કરે છે તો તેઓએ સાવચેતી રાખવી જોઈએ અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ. વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું હતું કે ક્રૂમાં ભારતીય, ફિલિપિનો, પાકિસ્તાની, રશિયન અને એસ્ટોનિયન નાગરિકોનો સમાવેશ થાય છે.

ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રાદેશિક જળસીમામાં જપ્ત કરાયેલા પોર્ટુગીઝ જહાજ અંગે અમીર અબ્દુલ્લાહિયાને વાતચીતમાં કહ્યું કે જહાજ તેના રડાર બંધ કરીને અમારા જળસીમાની સુરક્ષાને જોખમમાં મૂક્યું છે. તેથી તેને ન્યાયિક નિયમો હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીની આજે દરભંગામાં રેલી, ઝારખંડના પલામુ અને લોહરદગામાં પણ ચૂંટણી સભાને સંબોધસે

આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ

આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી