ફિટનેસ+બોનસ/ એક કંપનીની તેના કર્મચારીઓને ઓફર : “વજન ઘટાડો અને બોનસ મેળવો”

આ પ્રોગ્રામ હેઠળ ઝેરોધા લક્ષ્ય બનાવે છે અને જે સ્ટાફ મેમ્બર આ લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે, તેને કંપની તરફથી બોનસ આપવામાં આવે છે.

Top Stories Business
બોનસ

ભૂખ્યા અને ફુડ લવર્સને સૌથી પહેલાં ભોજન દેખાય છે. પરંતુ આજ ભોજનના અતિરેકથી સારા સ્વાસ્થ્યને બદલે બીમારીઓ બોનસ માં મળે છે અને બીમાર એમ્પ્લોઇઝ બધું સારું કાર્ય કરી શકે નહીં. આથી પોતાની ફર્મને નંબર વન બનાવવા અને પોતાના કર્મચારીઓને તંદુરસ્ત રાખવા માટે બ્રોકરેજ ફર્મ ઝેરોધાએ એક આકર્ષક ઉપાય અજમાવ્યો છે. કંપનીએ પોતાના સ્ટાફને ઓફર કરી છે કે, તેઓ વજન ઘટાડી વધારે બોનસ મેળવી શકો છે.

ઓનલાઈન બ્રોકિંગ સ્ટાર્ટઅપ ઝેરોધાએ ફન હેલ્થ નામનો એક સ્પેશીયલ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ ઝેરોધા તેના સ્ટાફના bmi એક ચોક્કસ સ્તરથી નીચે રાખવાનું લક્ષ્ય બનાવે છે અને જે સ્ટાફ મેમ્બર આ લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે, તેને કંપની તરફથી બોનસ આપવામાં આવે છે.

ઝેરોધાનાં ફાઉન્ડર અને સીઈઓ નિખિલ કામતે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર ત્રણ ટ્વિટ કરીને ફનહેલ્થ પ્રોગ્રામ વિશે જાણકારી આપી હતી. નિતીન કામતે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ઝેરોધા એક ખાસ કાર્યક્રમ પ્રોગ્રામ ચલાવે છે. જેમાં જે કર્મચારી જેટલું વજન ઘટાડે છે તેટલું જ તેઓ બોનસ મેળવે છે. બોનસ જીતનાર વ્યક્તિએ એક ચેરિટીની પસંદગી કરવાની હોય છે. જેથી અન્ય વ્યક્તિની પણ મદદ થઈ શકે. ઝેરોધા ઉદ્યોગ જગતની બીજી કંપનીઓને પણ આવું અભિયાન શરૂ કરવા માટે પ્રેરણા આપે છે. તેમને લખ્યું હતું કે જો અન્ય કોઈ આવું અભિયાન તેની કંપની શરૂ કરવા ઈચ્છે તો તેઓ કમેન્ટ કરી શકે છે.

આ પણ  વાંચો:લડોઝર માત્ર માફિયા-ગેરકાયદેસર મિલકતો પર ચાલશે, કોઈ ગરીબની ઝૂંપડી-દુકાન પર નહીં : CM યોગી

આ પણ  વાંચો: કર્ણાટકાના મુખ્યમંત્રીએ અલ કાયદાના નેતા જવાહિરીના વીડિયોના તપાસના આપ્યા આદેશ,હિજાબ ગર્લ મુસ્કાનની કરી હતી પ્રશંસા