Valsad/ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં ભયાનક આગ લાગી!

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પૂરઝડપે દોડી રહેલી આ બસનું ટાયર ફાટયું હતું. ટાયર ફાટતાં જ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 10 20T083558.388 અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં ભયાનક આગ લાગી!

વલસાડથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ખાનગી બસમાં આગ લાગી હતી. હાઈવે પર પુર ઝડપે દોડી રહેલી બસનું ટાયર ફાટ્યા બાદ બસમાં આગ લાગી હતી. ભીષણ આગ લાગતા બસમાં સવાર 18 મુસાફરના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, આ તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.આ ઘટના બાદ અમદાવાદ*મુંબઈ નેશનલ હાઈવે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદથી કર્ણાટકના બેલગામ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ વલસાડના પારડીના ખડકીના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પૂરઝડપે દોડી રહેલી આ બસનું ટાયર ફાટયું હતું. ટાયર ફાટતાં જ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં સવાર તમામ મુસાફરો ઊંઘી રહ્યા હતા. જોકે આગ લગતા બસ ચાલકે બુમાં બૂમ કરતા બસમાં સવાર મુસાફરોમાં દોડધામ મચી હતી. સળગતી બસમાંથી મુસાફરો પોતાનો જીવ બચાવી ઉતરી ગયા હતા. પહેલા બસના એક ભાગમાંથી આગની શરૂઆત થઈ હતી. પરંતુ થોડી જ વારમાં આખી બસ આગનો ગોળો બની ગઈ હતી.

ઘટનાની જાણતા જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈ ઈજા કે જાન હાની થઈ ન હતી. આથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ બસમાં મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કર્ણાટક જતી આ બસમાં મુંબઇમાં સાડીઓનો છૂટક ધંધો કરતી મહિલા અને પુરુષ દિવાળીના વેપાર માટે લાખો રૂપિયાની સાડી લઈ બસમાં બેઠા હતા. જોકે બસમાં સાળી સહિત તમામ સામાન બળી ને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું.પોતાની પરસેવાની કમાણીથી ખરીદેલો માલ બળી જતા આ મહિલાઓને પુરુષો કફોડી સ્થિતિમાં મુકાયા હતા.

મુસાફરોના મતે બસ ચાલક અને ક્લીનરે ટીકીટ આપ્યા વિના 500 રૂપિયા લઈ બસમાં બેસાડ્યા હતા. બનાવને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે બે કલાકથી જામ રહ્યો હતો. આ મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે પોલીસ પણ દોડતી થઈ હતી અને હાઇવે પર ના વાહન વ્યવહારને યથાવત કરવા પ્રયાસો કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં ભયાનક આગ લાગી!


આ પણ વાંચો: India Canada News/ ભારતના અલ્ટીમેટમ બાદ કેનેડાએ 41 રાજદ્વારીઓને પરત બોલાવ્યા!

આ પણ વાંચો: નવરાત્રી 2023/ છઠ્ઠા દિવસે કરો માઁ કાત્યાયની આરાધના

આ પણ વાંચો: ઉમેદવારની યાદી/ મધ્યપ્રેદશની ચૂંટણી માટે કોંગ્રેસે 88 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી,3 બેઠકો પર ઉમેદવાર બદલ્યા