India Canada news/ કેનેડીયન ચૂંટણીમાં હસ્તક્ષેપના દાવાને ભારતે ફગાવ્યો, MEA પ્રવક્તાએ કહ્યું ‘હકીકત આનાથી વિપરીત છે’

કેનેડીયન ચૂંટણીમાં ભારતના હસ્તક્ષેપના દાવાને ભારતે ફગાવતા કહ્યું કે હકીકત આનાથી વિપરીત છે.

Top Stories India World
Beginners guide to 2024 04 06T123850.806 કેનેડીયન ચૂંટણીમાં હસ્તક્ષેપના દાવાને ભારતે ફગાવ્યો, MEA પ્રવક્તાએ કહ્યું 'હકીકત આનાથી વિપરીત છે'

કેનેડિયન ગુપ્તચર એજન્સી CSIS (કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ) દ્વારા કરવામાં આવેલા આરોપો પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે અને કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે અને ઓટાવા પર દંભનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે મુખ્ય મુદ્દો ભૂતકાળમાં નવી દિલ્હીના મામલામાં ઓટાવાની દખલગીરીનો છે.

MEA પ્રવક્તાએ આપી પ્રતિક્રયા

એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે કેનેડિયન કમિશનની તપાસ વિશે મીડિયા અહેવાલો જોયા છે… અમે કેનેડિયન ચૂંટણીમાં ભારતીય દખલગીરીના આવા તમામ પાયાવિહોણા આરોપોને સખત રીતે નકારીએ છીએ. અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલગીરી કરવી એ ભારત સરકારની નીતિ નથી. હકીકતમાં, તેનાથી વિપરિત, તે કેનેડા છે જે આપણી આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે.

કેનેડાની જાસૂસી સંસ્થાએ ભારત કર્યા આક્ષેપો

કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)ના એક દસ્તાવેજમાં જણાવાયું છે કે ફેડરલ ઇન્વેસ્ટિગેશન કમિશન 2019 અને 2021માં દેશની ચૂંટણીમાં ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા જેવા વિદેશી દેશો દ્વારા સંભવિત હસ્તક્ષેપની તપાસ કરી રહ્યું છે. CSIS દસ્તાવેજો આક્ષેપ કરે છે કે ‘2021 માં, ભારત સરકાર હસ્તક્ષેપ કરવાનો અને સંભવતઃ કેનેડામાં ભારતીય સરકારના પ્રોક્સી એજન્ટનો ઉપયોગ કરવા સહિતની અપ્રગટ પ્રવૃત્તિઓ હાથ ધરવાનો ઇરાદો ધરાવે છે.’

CSIS વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભારત સરકારે 2021માં દખલગીરીની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી જેમાં ઓછી સંખ્યાવાળા ચૂંટણી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. CSIS દસ્તાવેજમાં જણાવાયું છે કે ભારત સરકારે તે જિલ્લાઓને નિશાન બનાવ્યા કારણ કે ભારતની ધારણા છે કે ‘ભારતીય મૂળના કેનેડિયન મતદારોનો એક ભાગ ખાલિસ્તાની ચળવળ અથવા પાકિસ્તાન તરફી રાજકીય વલણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.

CSIS રિપોર્ટની ચકાસણી જરૂરી

CSIS એ ‘ગુપ્ત માહિતી’ એકત્રિત કરી છે જે દર્શાવે છે કે ભારત સરકારના ‘પ્રોક્સી એજન્ટ્સ’એ ભારત તરફી ઉમેદવારોને ગેરકાયદેસર નાણાકીય સહાય આપીને લોકશાહી પ્રક્રિયામાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. જો કે, CSIS ના ડાયરેક્ટર ડેવિડ વિગ્નોલ્ટે કહ્યું છે કે CSIS રિપોર્ટમાં દર્શાવેલ આરોપોને તથ્ય ગણવા જોઈએ નહીં અને આ બાબતની સંપૂર્ણ તપાસની જરૂર છે. કારણ કે રિપોર્ટમાં દર્શાવેલ માહિતી અપ્રમાણિત અથવા અધૂરી હોવાનું જણાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચોઃ Bhavnagar-Truck accident/ભાવનગર નજીક ટ્રકે પલ્ટી ખાતા એકનું મોત

આ પણ વાંચોઃ Valsad/પ્રાથનામાં હાજરી ન આપતા વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરી દીધી

આ પણ વાંચોઃ રાજકોટ/પાટીદારોએ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં લગાવ્યા બેનરો, તો ચૂંટણી અધિકારીઓએ હટાવ્યા