IMD forecast/ અંગ દઝાડતી ગરમી વચ્ચે કેવું રહેશે ચોમાસું…

ભારતીય હવામાન ખાતાના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. સામાન્ય રીતે જૂનમાં……………..

India
Beginners guide to 2024 04 06T123927.631 અંગ દઝાડતી ગરમી વચ્ચે કેવું રહેશે ચોમાસું...

Weather : ભારતીય હવામાન વિભાગે કાળઝાળ ગરમી વચ્ચે સારા સમાચાર આપ્યા છે. હવામાન વૈજ્ઞાનિકો મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ વરસાદ પડી શકે છે. અલ નીનોની અસર ઓછી થવાથી ચોમાસું સારૂં જાય તેવી વકી છે. ખેડૂતોને રાહત મળી શકે છે.

ભારતીય હવામાન ખાતાના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. સામાન્ય રીતે જૂનમાં ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે મહિનાની શરૂઆત સુધીમાં તેનો પ્રભાવ ઘટી જશે. આ જળવાયુ ઘટના દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ છે.

આ વર્ષે જુલાઈ થી સપ્ટેમ્બર વચ્ચે લા નીનાની સ્થિતિ જોવા મળી રહી છે. જેનું મધ્ય પ્રશાંત મહાસાગરને ઠંડુ રાખવામાં યોગદાન છે. ગયા વર્ષે અલ નીનોના કારણે ભારતીય ચોમાસાના 60 ટકા ક્ષેત્ર પર નકારાત્મક પ્રભાવ પડ્યો હતો. યુરેશિયામાં આ વર્ષે પણ ઓછી બરફવર્ષાનું આવરણ છે જે મોટા પાયા પર ચોમાસા માટે અનુકૂળ છે.

એક રિપોર્ટ મુજબ ભારતમાં 2023માં ચોમાસાની સીઝનમાં 868.6 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે મજબૂત અલ નીનોને જવાબદાર ઠેરવ્યું હતું. આ મહિનાના અંત સુધીમાં આઈએમડી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગાહી બહાર પાડશે જે એક નવા સંકેત વિશે જાણકારી આપવાની સ્થિતિ બની શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાને ગુજરાતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રસ

આ પણ વાંચો: Gujarat-Kutch/શું કચ્છમાં હતું હડપ્પન સંસ્કૃતિનું અસ્તિત્વ, પુરાતત્વ વિભાગને મળ્યું 500 કબરો ધરાવતું કબ્રસ્તાન

આ પણ વાંચો: સુરત/સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે