હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે નમાઝને લઈને મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે લોકોએ ખુલ્લામાં નમાઝને બદલે ઘરે જ નમાઝ પઢવી જોઈએ. જેનો સ્થાનિક લોકો ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે. આજે પણ ખુલ્લામાં નમાજ પઢવા સામે વિરોધ થયો હતો. જે બાદ ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ આ મોટું નિવેદન આપ્યું છે.સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે અહીં ખુલ્લામાં નમાઝ પઢવાની પ્રથાને સાંખી ન શકાય. બધા સાથે બેસીને ઉકેલ લાવવો પડશે. અમારી પાસે ઘણી જમીન છે જ્યાં તેમને અનુમતિ મળી શકે છે. , અથવા કેટલીક જમીન જે તેમની અથવા વકફની હશે, તે તેમને ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિચારી શકાય છે.
તેમણે કહ્યું કે ખુલ્લી જગ્યાએ નમાઝ પઢવાથી પરસ્પર સંઘર્ષને જન્મ ન આપવો જોઈએ. કોઈપણ સંજોગોમાં ઘર્ષણ પેદા કરવા દેવામાં આવશે નહીં. . હવે બધી વાતો નવેસરથી કરો દરેકને સુવિધા મળવી જોઈએ. કોઈના અધિકારમાં હસ્તક્ષેપ ન કરવાે જોઇએ.