Not Set/ તંત્રની બેદરકારીને કારણે લોકોના જીવને જોખમ, ડ્રેનેજ લાઇન લીકેજ થતાં કોર્પોરેશને ખોદયા ખાડા

વડોદરા વડોદરામાં તંત્રની કામગીરીના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. વડોદરામાં પાલિકા દ્વારા શહેરના નાની છીપવાડ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનમાં લિકેજના થતાં સમારકામ માટે ખાડા ખોદવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા કામ છોડી દેવાતા ખોદેલા ખાડા લોકો માટે જોખમ બનયા છે. વરસાદમાં આ ખાડાઓમાં પાણી ભરાતા તે વધુ જોખમી બન્યા છે. ઉલ્લેખનિય છે કે વરસાદના સમયે […]

Top Stories Gujarat Vadodara Trending
sdfdd 1 તંત્રની બેદરકારીને કારણે લોકોના જીવને જોખમ, ડ્રેનેજ લાઇન લીકેજ થતાં કોર્પોરેશને ખોદયા ખાડા

વડોદરા

વડોદરામાં તંત્રની કામગીરીના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. વડોદરામાં પાલિકા દ્વારા શહેરના નાની છીપવાડ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનમાં લિકેજના થતાં સમારકામ માટે ખાડા ખોદવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા કામ છોડી દેવાતા ખોદેલા ખાડા લોકો માટે જોખમ બનયા છે.

વરસાદમાં આ ખાડાઓમાં પાણી ભરાતા તે વધુ જોખમી બન્યા છે. ઉલ્લેખનિય છે કે વરસાદના સમયે આ વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યારે એક બાળકી ખાડામાં પડી હતી.

sdfdd 3 તંત્રની બેદરકારીને કારણે લોકોના જીવને જોખમ, ડ્રેનેજ લાઇન લીકેજ થતાં કોર્પોરેશને ખોદયા ખાડા

સ્થાનિક લોકોની નજર પડતા તે બાળકીને કાઢવામાં આવી હતી. જો કોઈ સ્થાનિક હાજર ન હોત તો આ ખાડામાં બાળકીનો ભોગ લેવાયો હોત. આ મોતના ખાડામાં રોજ કેટલાંય લોકો પડી રહ્યા છે. ત્યારે લોકોમાં તંત્રની બેદરકારી સામે રોષે જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાકટર તેમજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

sdfdd 2 તંત્રની બેદરકારીને કારણે લોકોના જીવને જોખમ, ડ્રેનેજ લાઇન લીકેજ થતાં કોર્પોરેશને ખોદયા ખાડા

વડોદરા શહેરનાં નાની છીપવાડ વિસ્તારમાં પાણી તેમજ ડ્રેનેજની લાઇનમાં લીકેજ થતાં કોર્પોરેશન દ્વારા ત્યાં ખાડા ખોદી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂરું છોડી દેવામાં આવતાં ગુરૂવારે પડેલાં વરસાદને કારણે ખાડામાં પાણી ભરાઇ ગયાં હતાં.

જેમાં એક પિતા-પુત્ર પડી જતાં અફરાતફરી મચી હતી. બંનેને બચાવવા જતાં એક યુવક પણ ખાડામાં પડી ગયો હતો. જો કે, આસપાસથી દોડી આવેલાં સ્થાનિક લોકોએ ત્રણેયને પાણીમાં ડુબતા બચાવી લીધાં હતાં. ઘટનાનાં સીસીટીવી ફુટેજ સામે આવ્યાં હતાં. હવે પાલિકાનાં જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારી સામે કાર્યાવાહી માંગ ઉઠી છે.