Not Set/ વડોદરા: ૨૫ ગામોના સરપંચોએ રેલી કાઢી, 105 ગામો ચૂંટણી બહિષ્કાર કરશે તેવી ચીમકી

વડોદરા, વડોદરા મ્યુ.કોર્પોરેશનમાં સમાવિષ્ટ થનારા શહેરની આસપાસના ૨૫ ગામોના સરપંચોએ રેલી કાઢી ઉગ્ર વિરોધ કર્યો હતો અને જો શહેરમાં તેમનો સમાવેશ કરાશે તો વડોદરા તાલુકાના ૧૦૫ ગામો ચૂંટણી બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી છે. વડોદરા શહેરની આસપાસના બિલ,સેવાસી, ઉંડેરા, કપુરાઈ જેવા 25 ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવનાર હોવાની વિગતોને પગલે ગ્રામજનોમાં ભારે વિરોધ વંટોળ સર્જાયો […]

Top Stories Gujarat Others
mantavya 101 વડોદરા: ૨૫ ગામોના સરપંચોએ રેલી કાઢી, 105 ગામો ચૂંટણી બહિષ્કાર કરશે તેવી ચીમકી

વડોદરા,

વડોદરા મ્યુ.કોર્પોરેશનમાં સમાવિષ્ટ થનારા શહેરની આસપાસના ૨૫ ગામોના સરપંચોએ રેલી કાઢી ઉગ્ર વિરોધ કર્યો હતો અને જો શહેરમાં તેમનો સમાવેશ કરાશે તો વડોદરા તાલુકાના ૧૦૫ ગામો ચૂંટણી બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી છે.

વડોદરા શહેરની આસપાસના બિલ,સેવાસી, ઉંડેરા, કપુરાઈ જેવા 25 ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવનાર હોવાની વિગતોને પગલે ગ્રામજનોમાં ભારે વિરોધ વંટોળ સર્જાયો છે.

ઉપરોક્ત ગામોના સરપંચોએ આજે વડોદરા જિલ્લા પંચાયત અને વડા સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો હતો. સરપંચ સંઘના અગ્રણી સુખદેવ ભાઈ એ જણાવ્યું હતું કે, હરણી અને તરસાલી સહિતના જે ગામો અગાઉ કોર્પોરેશનમાં ગયા છે તેમને આજ સુધી કોઈ સુવિધા મળી નથી અને તેમની પાસે પંચાયત દ્વારા વસૂલાતા વેરા કરતા અનેક ઘણા વધુ વેરા વસૂલવામાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા 25 ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવાની હિલચાલ ચાલી રહી છે, તેનો સરપંચો અને તાલુકાના 105 ગામના લોકો સખત વિરોધ કરે છે. આમ છતાં જો સરકાર મનમાની કરશે તો આગામી લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે.