Tharad/ ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરીયા ફરી વિવાદમાં, જાણો કેમ નોંધાઈ પોલીસ ફરીયાદ

થરાદ તાલુકાના કેશર ગામે પુત્રના લગ્ન પ્રસંગમાં લોકગાયિકાને આમંત્રણ આપી રાસ-ગરબાનું આયોજન કરી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરવામાં આવતાં લગ્ન આયોજક વરરાજાના પિતા સહિત લોક ગાયિકા સામે ગુનો નોંધાયો છે.

Top Stories Gujarat Others
a 248 ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરીયા ફરી વિવાદમાં, જાણો કેમ નોંધાઈ પોલીસ ફરીયાદ

ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વરસી રહ્યો છે. આવામાં જ્યાં સુધી કોરોનાની વેક્સિન ના આવે, ત્યાં સુધી તકેદારી રાખવી એજ આ મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય છે. આમ છતાં કેટલાક લોકો બેદરકારી દાખવી રહ્યાં છે, ત્યારે જાણીતી ગાયિકા કાજલ મહેરિયા સહિત 14 લોકો વિરુદ્ધ સરકારના જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Gujarat Post | વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કરવા બદલ ગાયિકા કાજલ  મહેરિયા સામે નોંધાઈ ફરિયાદ

આ મામલે મળતી માહિતી અનુસાર, થરાદ તાલુકાના કેશર ગામે પુત્રના લગ્ન પ્રસંગમાં લોકગાયિકાને આમંત્રણ આપી રાસ-ગરબાનું આયોજન કરી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરવામાં આવતાં લગ્ન આયોજક વરરાજાના પિતા સહિત લોક ગાયિકા સામે ગુનો નોંધાયો છે.

ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરીયા ફરી વિવાદમાં, પોલીસે નોંધી ફરીયાદ જાણો  કારણ....

લગ્નમાં જાણીતા ગાયકો અને તેમના રેલાતા સૂરો પર નાચતા જાનૈયાઓ જોવા મળે તે ખૂબ સામાન્ય દૃશ્ય છે પરંતુ કોરોના કાળમાં યોજાતા લગ્નનોમાં કેટલાક નિયમો આડે આવી જતા પોલીસ માટે વરઘોડા માથાના દુ:ખાવા સાબિત થઈ રહ્યા છે. હજુ તો પૂર્વ રાજ્ય મંત્રી કાંતિ ગામિતના લગ્ન પ્રસંગે યોજાયેલા ‘કોરોના ગરબા મહોત્સવ’ની ઘટનાના પડધા શમ્યા નથી ત્યાં તો રાજ્યમાં લગ્ન પ્રસંગના વિવાદો સામે આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, કાજલ મહેરિયા સામે નોંધાયેલો આ બીજો ગુનો છે. બે દિવસ પહેલા કાજલ મહેરિયા સામે વીસનગર તાલુકામાં ફરિયાદ નોંધાઈ હતી. લોકગાયક કાજલ મહેરીયાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવું ભારે પડ્યું હતું. મહેસાણાના વિસનગર તાલુકામાં લગ્ન પ્રસંગે ગીત ગાતો વીડિયો વાયરલ કર્યો હતો. કાજલ મહેરીયા સહિત 14 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ગાયિકા સામે ફરી એકવાર ફરિયાદ દાખલ થઇ છે.

Attack on Fame singer Kajal Mehria in Modhera, atrocity case against 2 |  "મળ્યા માના આશીર્વાદ' ફેમ ગાયિકા કાજલ મહેરિયા પર મોઢેરામાં હુમલો, 2 સામે  એટ્રોસીટીનો ગુનો - Divya Bhaskar

થરાદ તાલુકાના કેશર ગામે રહેતા નાગજીભાઈ સોનાજી નાયીના દીકરાના લગ્નમાં લોક ગાયિકા કાજલ મહેરિયાને આમંત્રિત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોની ભીડ સર્જાતાં જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં હાજર રહેલા જાગૃત લોકો દ્વારા વિડીયો ઉતારી વાયરલ કરાવવામાં આવ્યા હતા. જેનો અહેવાલ બુધવારે અહેવાલ પ્રસિદ્ધ થતાં થરાદ પોલીસના ધ્યાને આવ્યું હતું. આથી પોલીસે 16 ડિસેમ્બરના રોજ લગ્ન આયોજક વરરાજાના પિતા નાગજીભાઈ સોનાજી નાયી તેમજ લોક ગાયિકા કાજલ મહેરીયા સામે આઇ.પી.સી કલમ 188, 269 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51(બી) મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રભુભાઈ એન.પટેલે હાથ ધરી છે.

kajal maheriya: મહેસાણા: મોડીરાત્રે ગુજરાતી સિંગર કાજલ મહેરિયા પર થયો હુમલો  - attack on gujarati singer kajal maheriya in mehsana | I am Gujarat

બે દિવસ પહેલા ગુનો દાખલ થયો હતો

લોકગાયક કાજલ મહેરીયાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવું ભારે પડ્યું હતું. મહેસાણાના વિસનગર તાલુકામાં લગ્ન પ્રસંગે ગીત ગાતો વીડિયો વાયરલ કર્યો હતો. કાજલ મહેરીયા સહિત 14 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેથી વિસનગર તાલુકા પોલીસ મથેક ફરિયાદ નોંધાઈ હતી. તમામ સામે કોરોનાની ગાઈડલાઇનના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ હતી.

Complaint against 14 people including Kajal maheriya villag valam marriage  video

નોંધનીય છે કે કાજલ મહેરિયાના અનેક ગીતો યુ-ટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યા છે. ‘મળ્યા માના આશીર્વાદ’ તેનું ખૂબ જાણીતું ગીત છે. એવી માહિતી મળી છે કે કાજલ મહેરિયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા બાબખાનના ઘરે ગઈ હતી. આ દરમિયાન તેણી પણ હુમલો થયો હતો. એવી માહિતી મળી છે કે બાબખાનના ભાઈની તબિયત પૂછવા માટે કાજલ જ્યારે તેના ઘરે ગઈ ત્યારે બાબખાનના કેટલાક વિરોધીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને બાબખાન સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન બાબખાનના ઘરે આવી પહોંચેલા તત્વોએ કાજલ સાથે ગાળાગાળી કરી હતી અને તેણી પર હુમલો કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો