Surat News: હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. જાહેરનામાં ભંગ કેસમાં હાર્દિકને રાહત મળી છે. પાટીદાર આંદોલન વખતે કિરણ ચોકી પર રેલી કાઢી ઉગ્ર ભાષણ બદલે સરથાણામાં ગુનો નોંધાયો હતો.
હાર્દિક પટેલને રાહત થઈ છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલન વખતે કિરણ ચોકી પર રેલી કાઢી હતી. તેમજ ઉગ્ર ભાષણ બદલે સરથાણામાં ગુનો નોંધાયો દાખલ કરાયો હતો. વિવાદાસ્પદ ભાષણ આપવા બદલ હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. કોર્ટે નિર્દોષ જાહેર કર્યા બાદ હાર્દિકને 15 હજાર જામીન પેટે ભરવાના થયા છે.

સરથાણા પોલીસ દ્વારા રેલીની મંજૂરી ન હોવા છતાં તેના ભંગ બદલ હાર્દિક વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો. તેના પર રાજકીય પાર્ટી વિરૂદ્ધ ભાષણ કરવાનો આરોપ હતો.
આ અગાઉ જામનગરના ધુતારપુરમાં વર્ષ 2017માં વિવાદાસ્પદ ભાષણ આપવા પર ગુનો નોંધાયો હતો. ધૂળશિયા ગામે એક વાડીમાં સભાનું આયોજન કરાયું હતું. જેમાં વિવાદિત નિવેદન આપતા જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંદકિત ઘાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં જામનગર મેજીસ્ટ્રેટે નિર્દોષ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો:Power Theft/ જામનગર ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ યથાવત્, રૂપિયા 50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ
આ પણ વાંચો:Ayodhya Ram Temple/કૃષ્ણના મોરપીંછ પર બિરાજ્યા રામ,જુઓ અદભૂત તસવીરો
આ પણ વાંચો:વડોદરા દુર્ઘટના/વડોદરા બોટ દુર્ઘટના મામલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોકની લાગણી વ્યકત કરી
