વડોદરા દુર્ઘટના/ વડોદરા બોટ દુર્ઘટના મામલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોકની લાગણી વ્યકત કરી

વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં આજે હોડી પલટી જતા મોટી દુર્ઘના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં 12 વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નિપજયા છે

Top Stories India
10 2 વડોદરા બોટ દુર્ઘટના મામલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોકની લાગણી વ્યકત કરી

વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં આજે હોડી પલટી જતા મોટી દુર્ઘના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં 12 વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નિપજયા છે,અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ પણ સંવેદના વ્યકત કરી,તેમણે ટ્વિટ કરીને લખ્યું વડોદરમાં હોડી પલટી જવાની દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકના મૃત્યુના સમાચાર અત્યંત દુખદ છે.,હું આ શોકની લાગણીમાં પરિવાર પ્રત્યે સવેદના વ્યકત કરૂ છું,અને બચાવ કાર્યની સફળતાની મનોકામના કરૂ છું . આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટ પર દુખની લાગણી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ