Cricket/ બંદૂકની ગોળીની જેમ બાઉન્ડ્રી પર કૂદીને ગ્લેન મેક્સવેલે આવી રીતે રોક્યો બોલ, જુઓ Video

બિગ બેશ લીગ (બીબીએલ) માં પર્થ સ્કોચર્સ અને મેલબોર્ન સ્ટાર્સ સામે રમાઇ હતી. પર્થ સ્કોચર્સે પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા. કોલિન મુનરોએ 49 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી…

Sports
zzas 8 બંદૂકની ગોળીની જેમ બાઉન્ડ્રી પર કૂદીને ગ્લેન મેક્સવેલે આવી રીતે રોક્યો બોલ, જુઓ Video

બિગ બેશ લીગ (બીબીએલ) માં પર્થ સ્કોચર્સ અને મેલબોર્ન સ્ટાર્સ સામે રમાઇ હતી. પર્થ સ્કોચર્સે પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા. કોલિન મુનરોએ 49 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેના કારણે સ્કોચર્સે 17 ઓવરમાં 158 રન બનાવ્યા હતા. મેચમાં મેલબોર્ન સ્ટાર્સનાં કેપ્ટન ગ્લેન મેક્સવેલની પ્રશંસા થઈ રહી છે. તેણે એક શાનદાર અંદાજમાં બાઉન્ડ્રી રોકી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતુ. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

zzas 7 બંદૂકની ગોળીની જેમ બાઉન્ડ્રી પર કૂદીને ગ્લેન મેક્સવેલે આવી રીતે રોક્યો બોલ, જુઓ Video

મેચ વરસાદને કારણે 17-17 ઓવરમાં થઈ ગઈ હતી. સ્કોચર્સે 16 ઓવરમાં 149 રન બનાવ્યા હતા. કેપ્ટન ગ્લેન મેક્સવેલે છેલ્લી ઓવર બિલી સ્ટેનલેકને સોંપી હતી. કેમેરોન બેનક્રોફ્ટ અને એરોન હાર્ડી ક્રિઝ પર બેટિંગ કરી રહ્યા હતા. ઓવરનાં બીજા બોલ પર, બેનક્રાફ્ટે એકસ્ટ્રા કવર પર શોટ રમ્યો. એવું લાગ્યું હતું કે, આ હવે ચોક્કો જ જશે. પરંતુ ગ્લેન મેક્સવેલ બાઉન્ડ્રી પર દોડી ગયો અને કૂદકો લગાવ્યો અને ચાર રનને અટકાવી દીધો.

જો કે તે દરમિયાન બેટ્સમેનોએ દોડીને ત્રણ રન બનાવ્યા હતા. પરંતુ જે બોલ બાઉન્ડ્રી બહાર જઇ શકતો હતો તેને રોકી ગ્લેન મેક્સવેલે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતુ. આપને જણાવી દઈએ કે, બીબીએલ 2020 માં મેલબોર્ન સ્ટાર્સ પ્રથમ સ્થાને છે. પર્થ સ્કોચર્સ છેલ્લા સ્થાને છે. ટોચનાં ત્રણમાં બીજા ક્રમે હોબાર્ડ હુર્રિકેન્સ અને ત્રીજા સ્થાને સિડની છે.

સાથી ખેલાડીને થપ્પડ મારવાનો પ્રયત્ન, મુશફિકુર રહીમને પડ્યો ભારે, મળી આ સજા

દુનિયાનાં 120 દેશોમાં IND vs AUS ટેસ્ટ સીરીઝનું થશે પ્રસારણ

કોહલી-બુમરાહે ICC Test Ranking માં લગાવી છલાંગ, જાણો આ યાદીમાં ટીમનું સ્થાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો