Not Set/ ઈંગ્લેંડની ટીમને પ્રથમ ટી-૨૦ વર્લ્ડકપ અપાવનારા આ કેપ્ટને ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

લંડન, વર્ષ ૨૦૧૦માં ઈંગ્લેંડની ટીમને પ્રથમ વર્લ્ડકપ અપાવનારા અને ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી પોલ કોલિંગવુડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ચાલુ વર્ષે રમાઈ રહેલી પ્રથમ શ્રેણીના અંત સાથે જ ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન કોલિંગવુડ ક્રિકેટને અલવિદા કહી દેશે. ૪૨ વર્ષીય કોલિંગવુડે કહ્યું હતું કે, “ઘણા વિચારો બાદ હું એ સત્ર અંતમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા […]

Trending Sports
paul collingwood 2010 5 16 15 42 59 ઈંગ્લેંડની ટીમને પ્રથમ ટી-૨૦ વર્લ્ડકપ અપાવનારા આ કેપ્ટને ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

લંડન,

વર્ષ ૨૦૧૦માં ઈંગ્લેંડની ટીમને પ્રથમ વર્લ્ડકપ અપાવનારા અને ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી પોલ કોલિંગવુડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ચાલુ વર્ષે રમાઈ રહેલી પ્રથમ શ્રેણીના અંત સાથે જ ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન કોલિંગવુડ ક્રિકેટને અલવિદા કહી દેશે.

૪૨ વર્ષીય કોલિંગવુડે કહ્યું હતું કે, “ઘણા વિચારો બાદ હું એ સત્ર અંતમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરવાનો નિર્ણય કર્યો છે. નોધનીય છે કે, પોલ કોલિંગવુડે ઈંગ્લેંડની કાઉન્ટી ક્રિકેટમાં ડરહમની ટીમ તરફથી રમી રહ્યા છે.

image 20130928120506 ઈંગ્લેંડની ટીમને પ્રથમ ટી-૨૦ વર્લ્ડકપ અપાવનારા આ કેપ્ટને ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
sports-paul-collingwood-announces-retirement-cricket-england-t-20-world cup

ક્રિકેટના જન્મદાતા કહેવાતા ઈંગ્લેંડની ટીમને પ્રથમ વર્લ્ડકપ અપાવનાર પોલ કોલિંગવુડના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની વાત કરવામાં આવે તો, તેઓએ ટીમ તરફથી ૬૮ ટેસ્ટમાં ૪૨૫૯ રન, ૧૯૭ વન-ડેમાં ૫૦૯૨ રન બનાવ્યા છે. જયારે ૩૬ ટી-૨૦ મેચ પણ રમી છે, જેમાં તેઓએ ટીમને ટી-૨૦ વર્લ્ડકપનું ટાઈટલ અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

LER NJL 300817collingwoodJPG ઈંગ્લેંડની ટીમને પ્રથમ ટી-૨૦ વર્લ્ડકપ અપાવનારા આ કેપ્ટને ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
sports-paul-collingwood-announces-retirement-cricket-england-t-20-world cup

ત્રણ વાર એશિઝ શ્રેણી જીતી ચુકેલી ટીમના સભ્ય રહેલા કોલિંગવુડે જણાવ્યું હતું કે, “હું જાણતો હતો કે, આ દિવસ આવવાનો જ છે, પરંતુ ત્યારબાદ પણ આ ક્રિકેટને અલવિદા કહેવું સહેલું નથી. હું આ વાતથી ખુશ છું કે, મારા દ્વારા ક્રિકેટની રમત માટે મારું તમામ આપ્યું છે”.