ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ નિક વેબ આગામી T20 વર્લ્ડકપ બાદ પોતાના પદ પરથી હટી જશે. નિક વેબ વર્ષમાં 6 થી 8 મહિના ઘરથી દૂર રહેવા માંગતા નથી. વન ડે વર્લ્ડકપ 2019 પછી શંકર બાસુનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ નિક વેબ ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા હતા. પરંતુ હવે તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો – IPL 2021 / RCB નાં હર્ષલ પટેલે તોડ્યો વિરાટ રેકોર્ડ, બુમરાહને છોડ્યો પાછળ
કોવિડ સમયગાળા પછી, તેમના માટે તેમના પરિવારથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. નિક વેબે બે વર્ષ બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેંમણે લખ્યું, ‘મેં તાજેતરમાં જ BCCI ને જાણ કરી છે કે હું T20 વર્લ્ડકપ બાદ મારા કરારને વધારવા માંગતો નથી.’ વેબએ કહ્યું કે, તેણે ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલા COVID-19 પ્રતિબંધોને કારણે તેના પરિવારને પ્રથમ રાખવાનો નિર્ણય કર્યો છે. તે સરળ નિર્ણય નથી, પરંતુ અંતે મને લાગ્યું કે મારે મારા પરિવારને પ્રથમ સ્થાન આપવું જોઈએ. હાલમાં, ન્યૂઝીલેન્ડમાં પ્રવેશતા કોઈપણ વ્યક્તિએ 14 દિવસ માટે સંસ્થાકીય ક્વોરેન્ટિનમાં રહેવું જરૂરી છે.
આ પણ વાંચો – Cricket / શોએબ અખ્તર એેકવાર ફરી દેખાયો ક્રિકેટનાં મેદાને, જુઓ Video
તેમણે આગળ કહ્યું કે, મને ખબર નથી કે ભવિષ્ય મારા માટે શું છે. એક વાત જે હું જાણું છું તે એ છે કે હું T20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમને માર્ગદર્શન આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. તેમણે ભારતીય ટીમની સિદ્ધિઓ અને તે ડ્રેસિંગ રૂમમાં રહેવું એ વિશેષાધિકારની વાત કરી. છેલ્લા બે વર્ષથી મને BCCI અને ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન અમે એક ટીમ તરીકે ઘણું પ્રાપ્ત કર્યું છે. એક ટીમ તરીકે, અમે ઈતિહાસ રચ્યો છે, અમે મેચ જીતી અને હારી છે, પરંતુ અમે પડકારોનો સતત સ્વીકાર કર્યો છે. સ્પર્ધામાં આવી વસ્તુઓ આ ટીમને ખાસ બનાવે છે.