પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર 46 વર્ષની ઉંમરે ક્રિકેટ મેદાનમાં પરત ફર્યા છે અને તેણે તેનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. શોએબ અખ્તર ઇસ્લામાબાદ ક્લબનાં નવા મેદાન પર બોલિંગ કરતો જોવા મળ્યો હતો, તેની બોલિંગ એક્શન આજે પણ તેવી જ રહી છે અને વીડિયોએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનાં દિવસોની યાદ તાજી કરાવી હતી.
આ પણ વાંચો – IPL 2021 / આ ખેલાડીની ઈજા BCCI માટેે બન્યુ Tension નું કારણ, ઈન્જેક્શન લીધા વિના નથી કરી શકતો બોલિંગ
આપને જણાવી દઇએ કે, શોએબ અખ્તરે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2011 માં રમી હતી. સૌથી ઝડપી બોલ ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતા અખ્તરે પાકિસ્તાન માટે કુલ 46 ટેસ્ટ, 163 વનડે અને 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. અખ્તરનાં ખાતામાં 178 ટેસ્ટ, 247 વનડે અને 19 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. અખ્તર તેની ખતરનાક બોલિંગ માટે જાણીતો હતો. તેણે પોતાની બોલિંગથી વિશ્વનાં ઘણા મહાન બેટ્સમેનોને પરેશાન કર્યા છે અને ઘણા ખેલાડીઓને ઘાયલ પણ કર્યા છે. અખ્તરે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત 1997 માં કરી હતી. તેની કારકિર્દી દરમિયાન, અખ્તર ઈજાઓથી ખૂબ પરેશાન રહ્યો છે. 2011 વર્લ્ડ કપ બાદ શોએબ અખ્તરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
આ પણ વાંચો – IPL 2021 / ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર આ ખેલાડી બન્યો પ્રથમ Batsman
https://www.instagram.com/p/CUqVqGUgOPL/?utm_source=ig_web_copy_link
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ પહેલા જ એક સમાચાર એવા આવ્યા, જેણે પાકિસ્તાની લોકો અને વિશ્વભરનાં ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રાવલપિંડીમાં પ્રથમ વનડે પહેલા ન્યૂઝીલેન્ડે સમગ્ર પ્રવાસ રદ કર્યો હતો. જે બાદ ઝડપી બોલર શોએબ અખ્તર ખૂબ જ ગુસ્સે જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડનાં આ નિર્ણય બાદ પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટરો પણ ચોંકી ગયા હતા. શોએબ અખ્તરે તો ન્યૂઝીલેન્ડ પર પાકિસ્તાની ક્રિકેટની હત્યાનો આરોપ લગાવ્યો હતો. શોએબ અખ્તરે ટ્વીટ કરીને લખ્યું, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાની ક્રિકેટની હત્યા કરી દીધી છે.
