Not Set/ આ તે કોરોના છે કે શેર બજાર…!!! રેકોર્ડબ્રેક 13,400+ મોત સાથે ફરી કોરોનાએ મચાવ્યો હાહાકાર

કોરોનાની ચાલ અને ઘાતકતા આમ તો અત્યાર સુધી કોઇને સમજમાં આવી નથી તે પૂર્વનાં કોરોના સાથેનાં અનુભવો કહી જ જાય છે. પરંતુ કોરોના પોતાના રંગ રુપની સાથે સાથે પોતાની ચાલ બદલવામાં

Top Stories World
WhatsApp Image 2020 12 17 at 8.52.23 AM આ તે કોરોના છે કે શેર બજાર...!!! રેકોર્ડબ્રેક 13,400+ મોત સાથે ફરી કોરોનાએ મચાવ્યો હાહાકાર

કોરોનાની ચાલ અને ઘાતકતા આમ તો અત્યાર સુધી કોઇને સમજમાં આવી નથી તે પૂર્વનાં કોરોના સાથેનાં અનુભવો કહી જ જાય છે. પરંતુ કોરોના પોતાના રંગ રુપની સાથે સાથે પોતાની ચાલ બદલવામાં પણ માહિર સાબિત થયો હોય તેવુ પ્રતિતિ થઇ રહ્યું છે. આવુ કહેવાનુ કારણ એ છે કે કોરોના UKમાં બે દિવસ પૂર્વે જ દેખાયો અને તે વધુ ઘાતક હોવાનું પણ સામે આવ્યું, લંડનમાં તો લોકડાઉન પણ ફરી એક વખત કડક અમલાવરી સાથે લાગુ કરી દેવામાં આવ્યું છે. કાલે મંદીની ચાલમાં જોવામાં આવતો કોરોના આજે ફરી શેર બજારની જેમ ઉછાળા સાથે હાહાકાર મચાવી રહ્યો હોવાનાં આંકડા સામે આવી રહ્યા છે. કોરોનાની આવી વોલેર્ટલ ચાલ જોઇને હવે તો લોકો પણ તંજ કરી રહ્યા છે કે, આ તો કોરોના છે કે શેર બજાર…!!!

Coronavirus world-o-meter update live: Country-wise total number of cases,  deaths - May 1 | Deccan Herald

વિશ્વમાં ફરી માથુ ઉચક્યુ

વિશ્વમા કોરોનાએ ફરી માથુ ઉચક્યુ હોય તેવી રીતે પાછલા 24 કલાકમાં વિશ્વમાં અધધધ 7.14  લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. 24 કલાકમાં જ મોતનો વિકરાળ પંજો કોરોનાનાં બિહામણા અને વધુ બિહામણા રુપની પ્રતિતિ કરાવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં વિશ્વભરમાં રેકોર્ડબ્રેક 13,400+ લોકો કાળમુખા કોરોનાથી મોતને ભેટ્યા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે.

As hard-hit areas of America show slowing in coronavirus cases, other  regions see spikes

અમેરિકા – બ્રાઝીલ બેહાલ

વિશ્વમાં સૌથી ખરાબ અને કહી શકાય કે બત્તર હાલત અમેરિકાની છે. USમાં ફરી કોરોનાનો હાહાકાર મચાવતો જોવામાં આવી રહ્યો છે. એક જ દિવસમાં કોરોનાનાં કારણે વધુ 3,486ના મોતને ભેટ્યા છે. અમેરિકામાં કોરોનાનાં નવા કેસમાં પણ રેકોર્ડબ્રેક નોંધાયો છે. પાછલા 24 કલકામાં 2.47 નવા કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં બ્રાઝીલમાં પણ ફરી કોરોના બેકાબુ જોવામાં આવી રહ્યો છે અને 24 કલાકમાં બ્રાઝીલમાં 68,000+ કેસ નોધવાની સાથે સાથે હજારો લોકો કોરોનાનાં કારણે મોતને પણ ભેટ્યા છે.

WhatsApp Image 2020 12 17 at 8.52.23 AM 1 આ તે કોરોના છે કે શેર બજાર...!!! રેકોર્ડબ્રેક 13,400+ મોત સાથે ફરી કોરોનાએ મચાવ્યો હાહાકાર

ભારતમાં કોરોના કાબુમાં

જો કે, ભારત માટે કોરોના હાલ તો પોતાની સીધી ચાલમાં જોવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોનાનાં નવા કેસમાં મોટો ઘટાડો સતત નોધવામાં આવી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 18,200 નવા કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 5,900 કેસ માઇનસ કરાયા છે. છેલ્લાં 24 કલાકમાં 33,300 રિકવરી નોંધવામાં આવી છે. અને એક્ટિવ કેસ ઘટીને સવા ત્રણ લાખ નીચે પહોંચી ગયા છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…