ચૂંટણી માટે પંચ રેડી/ બે દિવસ બાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ શકે

ગુજરાતમાં ચૂંટણી પંચની ટીમે ચારેય ઝોનનો પ્રવાસ પૂર્ણ કરી લીધો છે અને ચૂંટણીની સમીક્ષા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે રાજ્યનું વહીવટી તંત્ર ફરી એકવાર નિયમિત…

Top Stories Gujarat
Gujarat Election Date

Gujarat Election Date: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના સમાપન સાથે ચૂંટણીના કાર્યક્રમ અંગેની અટકળો ફરી તેજ બની છે અને ચૂંટણી પંચની ટીમ હાલમાં ગુજરાતમાં છે અને રાજ્યમાં ચૂંટણી તૈયારીઓ અંગે અંતિમ બેઠક યોજીને આજે દિલ્હી પરત ફરશે. બે દિવસમાં મુખ્ય ચૂંટણી કમિશનરને તેનો અહેવાલ સુપરત કરીને તરત જ ચૂંટણી યોજવામાં આવશે. જેમાં નવેમ્બરના અંતમાં પ્રથમ અને ડિસેમ્બરના પ્રથમ વિકમાં બીજા તબક્કાના મતદાન સાથે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થઈ શકે છે

ગુજરાતમાં ચૂંટણી પંચની ટીમે ચારેય ઝોનનો પ્રવાસ પૂર્ણ કરી લીધો છે અને ચૂંટણીની સમીક્ષા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે રાજ્યનું વહીવટી તંત્ર ફરી એકવાર નિયમિત કામગીરીમાં લાગી જશે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પણ આજે સમાપ્ત થઈ રહી છે અને નરેન્દ્ર મોદીનો બે દિવસનો ગુજરાત પ્રવાસ પણ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 અથવા 2 નવેમ્બર સુધીમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા નવેમ્બરના અંતમાં પ્રથમ તબક્કા અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અને હિમાચલની સાથે બીજા તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. મતગણતરી 8મી ડિસેમ્બરે હાથ ધરાશે તે મુજબ ચૂંટણી પંચ આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: ગુજરાતનું ગૌરવ/ IPS Sr. કેસરીસિંહ ભાટીના પુત્રએ ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બનીને વિશ્વ મંચ પર ગુજરાતનું નામ રોશન કર્યું

આ પણ વાંચો: Gandhinagar/ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ‘IDEX’ દ્વારા ‘મંથન-૨૦૨૨’ સેમિનાર યોજાયો

આ પણ વાંચો: Global QA Practice/ સ્વદેશી સંરક્ષણ સાધનોનું વિશ્વ કક્ષાએ વેચાણ કરવા માટે ગુણવત્તા-વિશ્વસનીયતા હોવી જરૂરી છે: સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ