Gujarat Visit/ આણંદમાં PM મોદીનું નિવેદન, કહ્યું – જ્યા જ્યા નજર પહોંચે ત્યા કેસરિયો દેખાઇ રહ્યો છે

PM મોદીએ જણાવ્યું કે, સરદાર સાહેબની ધરતીના સંસ્કારને કારણે તેમના પદચિન્હ પર ચાલ્યા એટલે કાશ્મિરની સમસ્યા પુરી કરી શક્યા અને સરદાર સાહેબને સાચી…

Top Stories Gujarat
PM Modi Anand

PM Modi Anand: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદ પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસના ગઢમાં જાહેર ટ્રસ્ટની બેઠક યોજાઈ. ચૂંટણી પહેલા આણંદમાં ભાજપની તાકાતનો દેખાવ જોવા મળ્યો હતો. જેમાં PMએ આનંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભાને સંબોધી હતી. આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે વહિવટનો અનુભવ ન હતો આપણુ સદભાગ્ય છે કે આપણને એવા મુખ્મંત્રી મળ્યા છે જેને પંચાયતથી લઇને વિઘાનસભા સુઘી 25 વર્ષનો અનુભવ છે. 25 વર્ષના જાહેર જીવનામાં તેમના મોઢેથી ક્યારેય કટુ વાણી નિકળી નથી, તેમના વ્યવહાર પર ક્યારેય કોઇએ આંગણી નથી ચીંઘી તેનાથી વઘુ ગુજરાત માટે રૂડુ શું હોય. આજે જ્યા જ્યા નજર પહોંચે ત્યા કેસરિયો સાગર દેખાઇ રહ્યો છે. PM મોદીએ હળવી સ્ટાઈલમા સૌને પુછયું કે કેમ છો બઘા?, આણંદ હોય ત્યા આંનદ ન હોય તેવુ બને?, આજે  આણંદની ઘરતી પર આવ્યો છું ત્યારે પૂજય બાપુ, સરદાર સાહેબ, ભાઇ કાકા આવા દિર્ઘદ્રષ્ટા પુરુષોના ચરણોમાં વંદન કરીને ગૌરવ અનુભવું છું.

PM મોદીએ જણાવ્યું કે, સરદાર સાહેબની ધરતીના સંસ્કારને કારણે તેમના પદચિન્હ પર ચાલ્યા એટલે કાશ્મિરની સમસ્યા પુરી કરી શક્યા અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલી આપી. ગુજરાત અને ભાજપનો અતૂટ નાતો છે, આજે કોઇ ગુજરાતની વાતો કરે એટલે ભાજપ દેખાય, ભાજપની વાત કરે એટલે ગુજરાત દેખાય. ગુજરાત અને ભાજપના સંબંધો રાજકારણના નથી, આતો દિલનો પ્રેમ છે, પોતિકાપણુ છે, ગુજરાતની જનતાએ જ કમળને ખિલતુ રાખ્યું છે. આજે નાનો બાળક પણ જાણે છે કે ગુજરાત ભાજપ એટલે સેવા, મહિલાઓની સુરક્ષા, ગુજરાત ભાજપ એટલે શાંતી અને સલામતી, ગુજરાતમાં ભાજપ એટલે વેપાર-ધંધો કરવા ઉત્તમ વાતાવરણ, ગુજરાતમાં ભાજપ એટલે હુલડોથી મુક્તી, ગુજરાત ભાજપ એટલે સમાજને તોડવા વાળી તાકતો પર જીવલેણ પ્રહાર કરવાની શક્તિ, ગુજરાતમાં ગરબા પણ થાય અને તાજ્યા પણ નીકળે, ગુજરાત ભાજપ એટલે “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ.

PM મોદીએ વધુમાં જણાવ્યું કે, આજના 20 થી 25 વર્ષના યુવાનોને જાણ જ નહી હોય કે પહેલા ગુજરાતમાં કેવી સ્થિતિ હતી. આજે ગુજરાતની દિકરીઓ ભણી ગણી આગળ વઘી રહી છે. મહિલાઓને પુરતી સુરક્ષા મળે છે. આપણે ગુજરાતને મુસીબતોથી બહાર કાઢ્યું. ગુજરાતમાં પાણીની, વિજળીની સ્થિતિ સુઘારી, સરદાર સાહેબનું સ્વપ્ન સરદાર સરોવર ડેમ અર્બન નકસલવાદીઓએ સરદાર સાહેબના સપનાને અટકાવવા કેટ કેટલીય મેહનત કરી. કોંગ્રેસના મિત્રોને પુછજો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા કોઇ કોંગ્રેસના નેતા ગયા છે કે નહી? ગુજરાતે વિજળી ઉત્પાદનની ક્ષમતા અલગ-અલગ માધ્યોમોથી 20 વર્ષમાં બે ગણી કરી નાખી. ગુજરાતમાં 20 વર્ષમાં 5 ઘણું શાકભાજીનું ઉત્પાદન થવા લાગ્યું. આઠ વર્ષની ડબલ એન્જિનની સરકારે ખેડૂતો, પશુપાલનને મોટી તાકાત આપી છે, કિસાન ક્રેડિટનો લાભ હવે પશુપાલકોને પણ મળશે. છેલ્લા 20 થી 22 વર્ષમાં વિકાસના પાટામાં જો હિસાબ કરીએ કે એન્જિન કોણ રહ્યુ તો એ આપણુ ગુજરાત છે. ગુજરાત આત્મનિર્ભર ભારત માટે મોટુ કેન્દ્ર બનશે. 21 મી સદીમાં ગુજરાતની ઓળખ આવનાર 5 થી 7 દશક ગુજરાત અને દેશની નવી ઓળખ બનાવશે. આવનાર સમયમાં ગુજરાતની ઓળખ ફાર્મા હબ, સેમિ કંડક્ટર હબ, ઇલેક્ટ્રીક વાહનોનું મેન્યુફેચરિંગ તરીકે થશે. જેમ ભાઇકાકા એ વિદ્યાનગરનું સ્વપ્ન જોયુ હતું તેમ આર્થિક ક્ષેત્રે આપણે ગિફટ સિટીનું સ્વપ્ન જોયુ છે તે ગુજરાતને તેમજ ગુજરાતના યુવા ઘનને દુનિયાની અંદર એક તાકાત આપશે.

PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ સાંભળી કેટલાક લોકોના મોતિયા મરી જાય છે. સૌથી મોટુ સ્ટેચ્યુ તો ગુજરાતમાં, સૌથી મોટુ CNG ટર્મીનલ ગુજરાતમાં, ટ્રેડિશનલ મેડિસીનનું મોટુ હબ ગુજરાતમાં, પહેલુ કન્ટેનર મેન્યુફેકચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં આજે દેશની પહેલી ગતી શક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં છે. દેશની પહેલી રક્ષા શક્તિ, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં છે. ભારતીય જનતા પાર્ટી માત્ર વાતો નથી કરતી અમે તો ધરતી પર કામ કરી બતાવનાર લોકો છીએ. આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચલાવી હોય તેમ લાગે છે એટલે તમને ચેતવું છું. કોંગ્રેસ વાળા બોલતા નથી પણ ઠંડી તાકાતથી ગામે ગામ ગોઠવણ કરી રહ્યા છે. આવનાર ચૂંટણીમાં સતર્ક રહેવા જણાવ્યું. કોંગ્રેસે નવી રાજનીતી અપનાવી છે કે ગામે ગામ જઇ સભા કરવી, દરેક વાતને ખોટી રીતે રજૂ કરવી.  મને વિશ્વાસ છે કે સી.આર.પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા કોઇ પણ સંકટને સતર્કતાથી માત આપશે તેવો વિશ્વાસ છે. ઘરે ઘરે જઇ કોંગ્રેસની રણનીતી ફેલ કરવાની છે.  દેશને ગુજરાત પાસે ઘણી અપેક્ષા છે. ગુજરાત ભાજપની અલગ તાકાત છે. આજે પણ ગુજરાતની જનતાના આશિર્વાદ મળે છે, આવતીકાલે પણ મળશે તેમા સહેજ પણ શંકા નથી.

આ કાર્યક્રમમાં ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, એક અને અંખડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ છે. આજે એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પી વિકાસ પુરુષ નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન આજે આપણને મળશે. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ આપણને સુશાસન, ગુડ ગવર્નન્સ નો માર્ગ બતાવ્યો છે. દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ ગૃહમંત્રી તરીકે સરદાર સાહેબે દેશી રજવાડાઓનુ વિલિનીકરણ કરી આગવી કુનેહ દર્શાવી હતી આ પરિણામે આખો દેશ એક બન્યો અને વિકાસના સપના લોકોએ સેવ્યા. દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકીને નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સપષ્ટ બહુમતી આપી કેન્દ્રમાં સત્તા સોંપી. વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સાહેબે વિકાસની રાજનીતીનો એક નવો યુગ દેશમાં શરૂ કર્યો અને ભારત 21મી સદીનું નેતૃત્વ કરવા યોગ્ય બન્યું. ગુજરાતને વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સાહેબનું માર્ગદર્શન બે દાયકાથી મળી રહ્યુ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત આજે  વિકાસની જે ઉંચાઇ પર છે તેમાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનો અથાગ પરિશ્રમ અને ગુજરાતની જનતાએ ભાજપ પર મુકેલો અતુટ વિશ્વાસ છે. આદરણીય નરેન્દ્ર મોદીએ વિશ્વાસનું વળતર વિકાસથી ચુકવવાની નેમ રાખી છે. ગુજરાતની દરેક મુલાકાતમાં કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપે છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. ગુજરાતમાં વિકાસના નવા કિર્તીમાન સ્થાપિત થઇ રહ્યા છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, સૌનો વિકાસથી ગુજરાતમાં વિકાસની યાત્રા સતત આગળ વઘી રહી છે. કરોનાની મહામારીમાં કોઇ ગરીબ ભુખ્યું ન સુવે તે માટે કરોડો ગરીબ પરિવારોને વિનામુલ્યે અનાજ આપ્યું છે. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ ગરીબ પરિવાર દિવાળીનો તહેવાર આંનદથી ઉજવી શકે તે માટે પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ સમય માટે લંબાવી આપી. ભાજપની સરકારમા અને નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાતે નામના મેળવી છે. ગુજરાતની જનતાએ આપણી નેક નીયત પર અને વિકાસની રાજનીતી પર પુરો વિશ્વાસ મુક્યો છે. ગુજરાતની જનતા તેમનું હિત કોણ કરી શકે તે સારી રીતે જણે છે. આવનાર સમયમાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના હાથ વધુ મજબૂત કરીશું તેવો વિશ્વાસ આપ સૌ પર રાખું છું.

આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રી સી.ડી.રવીજી, રાજયના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોઓ, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Free Laptop/ વિદ્યાર્થીઓ માટે કોઈ મફત લેપટોપ; PIB એ આ દાવાને જુઠ્ઠો ગણાવ્યો, જાણો વિસ્તૃતમાં