Not Set/ કમલમ ખાતે વિરોધ મામલે આપના કાર્યકર્તાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જામીન થયા ના મંજૂર

નવ આરોપીઓને SP કચેરીથી કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ તેમના જામીનની અરજી કોર્ટે  ના મંજૂર કરવામાં આવી હતી.

Top Stories Gujarat
કમલમ આપ

ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરી હતી અને SP કચેરી ખાતે  રાખવામાં આવ્યા હતા.

મંગળવારે આપના નેતાઓને અને કાર્યકર્તાઓને SP કચેરી ખાતેથી લઇ જઈ કોર્ટમાં હાજર કરવામાં આવી રહ્યા છે. ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને ગોપાલ ઇટાલીયાને કોર્ટમાં લઇ જવામાં આવ્યા hata. કોર્ટમાં લઇ જતા પહેલા તમામનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા. નવ આરોપીઓને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ તેમના જામીનની અરજી કોર્ટે  ના મંજૂર કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, વિરોધ પ્રદર્શનમાં મહિલા કાર્યકર્તાઓ પણ જોડાઈ હતી. તેમને રાત્રે જજ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. મહિલાઓને રાત્રે જામીન ન મળતા તેમને સેન્ટ્રલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ગાંધીનગર પોલીસે AAP કાર્યકર ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને પ્રવીણ રામ સહિત ટોળા સામે ફરિયાદો દાખલ કરી છે. આ ફરિયાદમાં અલગ અલગ IPC હેઠળ કલમો દાખલ કરાઇ છે. જેમાં કલમ 452, 353,353 A , 341, 323, 143,144,145, 147, 148,149, 151, 152, 269, 188, 429, 504, 120B, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિક એક્ટ 37,  ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135   સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાઇ છે.

કમલમમાં BJP-AAPની બબાલ અંગે SP મયુર ચાવડાએ કહ્યું કે, કમલમમાં ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી. AAPના કાર્યકર્તાઓમાંથી કેટલાકની અટકાયત કરી હતી. ગાંધીનગર પોલીસ દ્વારા 400-500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. રાયોટિંગના ગુનો દાખલ કરવામાં આવ્યો છે. BJP તરફથી ફરિયાદીએ 6ના નામ સાથે ફરિયાદ આપી છે. 70 લોકોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી હતી. પોલીસના કેટલાક કર્મચારીઓને પણ ઘટના સમયે ઈજા પહોંચી હતી. ફરિયાદી પક્ષના કેટલાક લોકોને ઘટનામાં ઈજાઓ થઈ છે, એક આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઈસુદાન ગઢવી, શિવકુમાર, ગોપાલ ઈટાલિયા, પ્રવિણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલ સહિત ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 3 દિવસમાં FSLનો રિપોર્ટ મળશે.