Not Set/ રાજકોટના યુવાનને કોરોનાની ગંભીર અસર, ચેન્નઈ લઈ જવાયો

કોરોના સંક્રમણને લોકો હજુ પણ ગંભીરતાથી લઈ રહ્યા નથી ત્યારે રાજકોટમાં વિદ્યા નગર મેઇન રોડ પર આવેલી એક હોસ્પિટલમાં કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા માત્ર ૩૦ વર્ષના યુવાનના

Gujarat Rajkot
corona

કોરોના સંક્રમણને લોકો હજુ પણ ગંભીરતાથી લઈ રહ્યા નથી ત્યારે રાજકોટમાં વિદ્યા નગર મેઇન રોડ પર આવેલી એક હોસ્પિટલમાં કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા માત્ર ૩૦ વર્ષના યુવાનના ફેફસા ખરાબ થઈ જતા તેને ફેફસા બદલાવાની નોબત આવી છે. આ માટે તેને એરલીફ્ટ કરી અને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવું હોસ્પિટલનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આજ રીતે અભયભાઈ ભારદ્વાજ અને પણ આ રીતે જ ચેન્નઈ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.જોકે કોઇ સારવાર તેમને બચાવવા માટે કારગત નીવડી નહોતી.

ahmedabad / શહેરમાં ટ્રાફિક સિગ્નલનો નવતર પ્રયોગ, જાણો…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ૩૦ વર્ષના યુવાનને કોરોનાનો સંક્રમણ થયું હોવાના કારણે તેના ફેફસામાં ફાઇબ્રોસીસ નામની ગંભીર બીમારી થઈ ગઈ હતી. જેના કારણે શરીરમાંથી કોરોનાનો  વાયરસ તો દૂર થયો પરંતુ તેની અસરના કારણે ફેફસાં અને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.જેને કારણે હોસ્પિટલના તબીબો દ્વારા તેની તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી હતી અને એક એવું મશીન હતું કે જે શરીરની બહાર રહી અને ફેફસાની જેમ ઓક્સિજન પૂરું પાડી શકે છે જેનાથી દર્દીને રિકવરી આવી શકે છે તે રીતે ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરી હતી.

Controversial statement / એકવાર ફરી સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિવાદમાં, કહ્યુ- ક્ષત્રિયો વધુ…

આ યુવાનને એક દિવસ સુધી સારવાર આપ્યા બાદ પણ કોઈ ફરક પડ્યો ન હતો તેથી તેના ફેફસા બદલવાની નોબત આવી હતી. અને તેમને ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે. આ યુવાને ચેન્નઈ પહોંચાડવા માટે ખાસ એર એમ્બ્યુલન્સ નોંધાવવામાં આવી હતી અને એરપોર્ટ ટર્મિનલની મદદ લેવામાં આવી હતી. તેમજ ખાસ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ગ્રીન કોરિડોરના કારણે માત્ર ચાર જ મિનિટમાં વિદ્યા નગર મેઇન રોડ એરપોર્ટ સુધીનું અંતર કાપવામાં આવ્યું હતું. હાલ તેઓ ચેન્નઇની હોસ્પિટલમાં દાખલ છે અને તબીબો દ્વારા તેને શક્ય તેટલી ઉચ્ચ સારવાર આપવાની શરૂ કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…