Ahmedabad/ શહેરમાં ટ્રાફિક સિગ્નલનો નવતર પ્રયોગ, જાણો

અમદાવાદ ટ્રાફિક સિગ્નલનો નવો પ્રયોગ અમદાવાદમાં આધુનિક સિસ્ટમનો ઉમેરો વાહન ન હોય તો આપમેળે સિગ્નલ બંધ થશે પશ્ચિમનાં 10 ટ્રાફિક સિગ્નલ પર પ્રયોગ 21 સિગ્નલ 24 કલાક ચાલુ કરાયા સ્વયંશિસ્ત જળવાશે તો ટ્રાફિક સિસ્ટમ સુધરશે અમદાવાદમાં વધારે ટ્રાફિકને લઇને લોકો ખૂબ પરેશાન થતા હોય છે. શહેરમાં આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે એક નવતર પ્રયોગ કરવામાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ ટ્રાફિક સિગ્નલનો નવો પ્રયોગ
અમદાવાદમાં આધુનિક સિસ્ટમનો ઉમેરો
વાહન ન હોય તો આપમેળે સિગ્નલ બંધ થશે
પશ્ચિમનાં 10 ટ્રાફિક સિગ્નલ પર પ્રયોગ
21 સિગ્નલ 24 કલાક ચાલુ કરાયા
સ્વયંશિસ્ત જળવાશે તો ટ્રાફિક સિસ્ટમ સુધરશે

અમદાવાદમાં વધારે ટ્રાફિકને લઇને લોકો ખૂબ પરેશાન થતા હોય છે. શહેરમાં આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરમાં આધુનિક સિસ્ટમનો ઉમેરો ટ્રાફિક સિગ્નલ માટે કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, સ્માર્ટ સિટી અમદાવાદમાં અહી સરેરાશ 65 લાખથી વધુ વસ્તી ધરાવે છે, વળી જે રીતે અમદાવાદમાં આધુનિકીકરણ અમલી કરવામાં આવ્યુ છે, વળી શહેરમાં ધંધા-રોજગાર પણ વધુ પ્રમાણમાં વિકસેલા જોવા મળે છે. જેના કારણે અમદાવાદમાં ધરખમ વસ્તી વધારો જોવા મળી રહ્યો છે. અને તે સ્વાભાવિક છે કે, જ્યા વસ્તી વધારો હશે ત્યા ટ્રાફિકની સમસ્યા તો હશે જ. ત્યારે અમદાવાદનાંમાં ટ્રાફિક સમસ્યાને નિવારવા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત અદાવાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલમાં આધુનિક સિગ્નલનો ઉમેરો કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે જ્યારે વાહનોની અવર-જવર ઓછી કે નહીવત હોય ત્યારે પણ ઘણા વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો ચાલુ રહેલા હોય છે. પરંતુ હવે આધુનિક સિસ્ટમથી જ્યારે પણ વાહનોની અવર-જવર નહી હોય ત્યારે આફમેળે તે સિગ્નલ બંધ થઇ જશે. આ પ્રયોગ પશ્ચિમનાં 10 ટ્રાફિક સિગ્નલ પર કરવામાં આવ્યો છે. અહી 21 સિગ્નલ 24 કલાક ચાલુ કરાયા છે.

Covid-19 ને લઇને UN નાં આરોગ્ય પ્રમુખે આપ્યા સારા સમાચાર

ભાજપનાં પેજ પ્રમુખની યાદીમાં હવે મનસુખ માંડવિયાનો પણ સમાવેશ

રાજ્યમાં ઠંડીનો ચમકારો, 14 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…