કચ્છ/ હરામીનાળા વિસ્તારમાંથી BSF એ 2 પાકિસ્તાની બોટ કરી જપ્ત

હરામીનાળા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બે પાકિસ્તાની ફિશિંગ બોટ (એન્જિન ફીટ) જપ્ત કરી. જોકે, BSFની પેટ્રોલિંગ ટીમને તેમની નજીક આવતી જોઈને માછીમારો ઈન્ટરનેશનલ બોર્ડર પાસે બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા.

Top Stories Gujarat
vadodara 1 4 હરામીનાળા વિસ્તારમાંથી BSF એ 2 પાકિસ્તાની બોટ કરી જપ્ત

કચ્છનો દારૂય કિનારો ગેરકાયદેસર ઘુસણખોરી અને પ્રતિબંધિત માદક પદાર્થોની તસ્કરી માટે કુખ્યાત છે. કચ્છના દરિયામાંથી અવરનાવર પાકિસ્તાની બોટ અથવા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે. તેમાં પણ ખાસ કરીને હરામીનાળા વિસ્તારમાંથી અવારનવાર પાકિસ્તાની બોટ ભારતીય સીમમાં પ્રવેશ કરતી હોય છે. અને ભારતીય તટરક્ષકો  દ્વારા તેમને ઝડપી પણ પાડવામાં આવતા હોય છે.

આજે 04 ઓગસ્ટ 2022 ના રોજ સવારે BSF ભુજની પેટ્રોલિંગ પાર્ટીએ હરામીનાલા વિસ્તારમાં બે પાકિસ્તાની ફિશિંગ બોટને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયા. સતર્ક પેટ્રોલિંગ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું અને હરામીનાળા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બે પાકિસ્તાની ફિશિંગ બોટ (એન્જિન ફીટ) જપ્ત કરી. જોકે, BSFની પેટ્રોલિંગ ટીમને તેમની નજીક આવતી જોઈને માછીમારો ઈન્ટરનેશનલ બોર્ડર પાસે બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા. જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. બોટમાંથી માછીમારીની જાળ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી.

હિંમતનગર/ ગાંભોઇ ખાતે જમીન માટે દાટેલ નવજાત મળી આવ્યું