નિધન/ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું અવસાન,ગુજરાત સાથે હતું ખાસ કનેકશન,જાણો

ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રઈસ મોહમ્મદનું સોમવારે કરાચીમાં નિધન થયું હતું. તેઓ 89 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

Top Stories Sports
ક્રિકેટર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું અવસાન,ગુજરાત સાથે હતું ખાસ કનેકશન,જાણો

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રઈસ મોહમ્મદનું સોમવારે કરાચીમાં નિધન થયું હતું. તેઓ 89 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના નાના ભાઈ અને પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સાદિક મોહમ્મદે આ વાતની પુષ્ટિ કરી છે. રઈસ પાંચ ભાઈઓમાં બીજા નંબરના હતા

રઈસ મોહમ્મદનો જન્મ વર્ષ 1932માં ગુજરાતના જૂનાગઢમાં થયો હતો. ભારતના વિભાજન પછી મોહમ્મદ પરિવાર પાકિસ્તાન જતો રહ્યો. તેમના ચાર ભાઈઓને પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી, જેમાંથી હનીફ અને મુશ્તાકે પણ રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કર્યું. આ ભાઈઓમાં વઝીર સૌથી મોટા છે, જ્યારે હનીફ ચાર ભાઈઓમાં સૌથી પ્રખ્યાત હતા. આ બે સિવાય મુશ્તાક અને સાદિક મોહમ્મદને પણ ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી.

રઈસ મોહમ્મદ ક્યારેય પાકિસ્તાન માટે રમ્યો ન હતા પરંતુ તે જાન્યુઆરી 1955માં ભારત વિરુદ્ધ ઢાકા ટેસ્ટમાં 12મા ખેલાડી હતા. રઈસે 30 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જમણા હાથના બેટ્સમેન રઈસે આ સમયગાળા દરમિયાન 32.78ની એવરેજથી 1344 રન બનાવ્યા, જેમાં બે સદી સામેલ છે. તેણે લેગ બ્રેક બોલિંગના કારણે 33 વિકેટ પણ લીધી હતી.