Not Set/ ભાવનગરમાં વાવાઝોડાનાં કારણે ભારે નુકસાન, 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી

ચક્રવાતી તોફાનનાં કારણે ગુજરાત, મહારાષ્ટ્રનાં ઘણા ભાગોમાં વિનાશક દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતમાં તોફાનને કારણે 13 લોકોનાં મોત થયાં હોવાનુ સામે આવી રહ્યુ છે, ત્યારે જો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો અહી પણ તાઉતે વાવાઝોડાએ ભારે નુકસાન કર્યુ છે. 

Top Stories Gujarat Others
તાઉતે વાવાઝોડું 33 ભાવનગરમાં વાવાઝોડાનાં કારણે ભારે નુકસાન, 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી
  • ભાવનગરમાં તાઉતે વાવાઝોડાના કારણે ભારે નુકસાન,
  • જિલ્લામાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી,
  • જિલ્લામાં 5 લોકોના મોત, 9 પશુઓના મોત ,
  • સમગ્ર જિલ્લામાં વીજપુરવઠો ખોરવાયો હતો,
  • 54 ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો,
  • તારાજીને પગલે બંધ થયેલા 103 માર્ગો પુનઃ શરૂ,
  • જિલ્લામાં 8638 ઝૂંપડા અને કાચા મકાનોને નુકસાન,
  • 725 પાકા મકાનોને નુકસાન ,
  • જિલ્લામાં બગાયતી પાકને થયું મોટુ નુકસાન,
  • જિલ્લામાં 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી,
  • જિલ્લામાં 1800 જેટલા વીજપોલને નુકસાની

ચક્રવાતી તોફાનનાં કારણે ગુજરાત, મહારાષ્ટ્રનાં ઘણા ભાગોમાં વિનાશક દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતમાં તોફાનને કારણે 13 લોકોનાં મોત થયાં હોવાનુ સામે આવી રહ્યુ છે, ત્યારે જો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો અહી પણ તાઉતે વાવાઝોડાએ ભારે નુકસાન કર્યુ છે.

તાઉતે વાવાઝોડું 34 ભાવનગરમાં વાવાઝોડાનાં કારણે ભારે નુકસાન, 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી

વાવાઝોડાની અસર / તાઉતે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાતમાં છોડ્યા વિનાશક દ્રશ્યો

આપને જણાવી દઇએ કે, ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી છે. જિલ્લામાં આ વિનાશક વાવાઝોડાનાં કારણે 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 9 પશુઓનાં મોત થયા છે. વાવાઝોડાએ સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠાને પણ મોટી અસર કરી છે. વાવાઝોડા દરમિયાન અહી વીડ પુરવઠો ખોરવાયો હતો. જો કે હવે 54 ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો છે. આ તારાજીને પગલે બંધ કરાયેલા 103 માર્ગોને પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં 8,638 ઝૂંપડા અને કાચા મકાનોને નુકસાન થયુ છે. જેમા 725 પાકા મકાનોને નુકસાન થયુ છે. તાઉતે વાવાઝોડાનાં કારણે જિલ્લામાં બગાયતી પાકને પણ નુકસાન થયુ છે. જિલ્લામાં 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જિલ્લામાં 1800 જેટલા વીજપોલને પણ નુકસાન થયુ છે.

તાઉતે વાવાઝોડું 35 ભાવનગરમાં વાવાઝોડાનાં કારણે ભારે નુકસાન, 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી

કુદરત કોપાયમાન…! / કોરોના બાદ તા-ઉતેની તબાહી યથાવત,વધુ એક વાવાઝોડાનો મંડરાતો ખતરો

ઉલ્લેખનીય છે કે, હજુ આ તાઉતે વાવાઝોડું ગુજરાતમાંથી પસાર જ થયુ છે ત્યારે પાંચ દિવસ પછી બીજુ તોફાન આવવાનું હોવાના સમાચાર છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર 23-24 મે દરમિયાન તોફાન ‘યાસ’ બંગાળની ખાડીમાં ટકરાશે. આ તોફાનને ઓમાને નામ આપ્યું છે. હવામાન શાસ્ત્રીઓ પણ યાસને અત્યંત જોખમી માની રહ્યા છે. આ ચક્રવાત તોફાનની અસર અંડમાન અને નિકોબાર આઇલેન્ડ્સ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર પડશે.

majboor str 13 ભાવનગરમાં વાવાઝોડાનાં કારણે ભારે નુકસાન, 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી