Not Set/ કોરોનાએ હસતા ખેલતા પરિવારને વેરવિખેર કર્યો, ઘરના ચાર સભ્યોના મોત

ગુજરાતમાં કોરોના વાયરસ વધારે ગંભીર બનતો જાય છે. ત્યારે કોરોના વાયરસે અનેક પરિવારોને ઉજાડી નાંખ્યા છે. આવી પરિસ્થિતિમાં દેવભૂમી દ્વારકામાં એક કરુણ ઘટના બની હતી. કોરોના વાયરસના કારણે ચકચારી ઘટના બની હતી. અહીં એક પરિવારના મોભીને કાળમુખો કોરોના ભરખી ગયો હતો. જે બાદમાં પરિવારના મોભીના મોતના આઘાતમાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી […]

Gujarat
A 213 કોરોનાએ હસતા ખેલતા પરિવારને વેરવિખેર કર્યો, ઘરના ચાર સભ્યોના મોત

ગુજરાતમાં કોરોના વાયરસ વધારે ગંભીર બનતો જાય છે. ત્યારે કોરોના વાયરસે અનેક પરિવારોને ઉજાડી નાંખ્યા છે. આવી પરિસ્થિતિમાં દેવભૂમી દ્વારકામાં એક કરુણ ઘટના બની હતી. કોરોના વાયરસના કારણે ચકચારી ઘટના બની હતી. અહીં એક પરિવારના મોભીને કાળમુખો કોરોના ભરખી ગયો હતો. જે બાદમાં પરિવારના મોભીના મોતના આઘાતમાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ બાદ મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે દ્વારકામાં જયેશભાઈ જૈન નામના વ્યક્તિનું ગઈકાલે કોરોનાથી નિધન થયું હતું. જે બાદમાં આખો પરિવાર ઊંડા આઘાતમાં હતો. પરિવારના મોભી ગુમાવ્યા બાદ પરિવાર સર્વસ્વ ગુમાવ્યાની લાગણી અનુભવતો હતો. મોભીના નિધનના આઘાતમાં આજે મૃતક જયેશબાઈના પત્ની અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

એક જ પરિવારમાં ચાર ચાર મોતથી સમગ્ર દ્વારકા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એવી માહિતી મળી છે કે પરિવાર ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જૈન પરિવારના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. આ સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને વધારે તપાસ શરૂ કરી હતી.