ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ વિદ્યાર્થીઓ NEETના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે નીટનુ પરિણામ સીબીએસસીની વેબ સાઇડ પર જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
CBSE દ્વારા જાહેર રિઝલ્ટમાં કુલ ૧૩,૦૦,૦૦૦થી વધુ ઉમેદવારોમાંથી અંદાજે ૭,૧૪,૫૬૨ વિધાથીઓએ પરીક્ષા પાસ કરી છે જયારે ગુજરત રાજ્યમાં ૭૨૩૫૧ વિધાથીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૩૨૬૨૫ એ એક્ઝામ પાસ કરી છે એટલે કે રાજ્યનું કુલ પરિણામ ૪૫.૦૯ ટકા જેટલું રહ્યું છે.
13 લાખથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ભારતમાં ટોપ 100 માંથી 4 વિદ્યાર્થી અમદાવાદના છે.
મોહંમદ અનસે 24મો રેન્ક મેળવ્યો.
શ્લોકે મેળવ્યો 26મો રેન્ક મેળવ્યો.
અમિતાભ ચૌહાણે 34મો રેન્ક મેળવ્યો.
ઋતુરાજ સાવલિયાએ 84મો રેન્ક મેળવ્યો.
દેશભરમાં NEETની પરીક્ષામાં કલ્પના કુમારીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. કલ્પના કુમારીએ 99.99 PR મળ્યા છે, તેણીને ફિજિક્સમાં 180 માંથી 171 ગુણ, કેમેસ્ટ્રીમાં 180 માંથી 160 અને બાયોલોજીમાં 360 માંથી 360 ગુણ મેળવ્યા છે. એટલે કે કુલ 720 માંથી 691 માર્કસ મેળવ્યા છે.